________________
આ જગતમાં સર્વજીની શુભ-પ્રવૃત્તિ અન્ન-વસ્ત્રાદિ આપવારૂપ પ્રવૃત્તિને શુભ અથવા પુણ્ય બાંધવાની પ્રવૃત્તિ કહેવામાં આવે છે. મન, વચન અને કાયા આ ત્રણેની મુખ્ય શુભ પ્રવૃત્તિ ગણીએ તે ૯ પ્રકારની થાય છે. સામે પાત્રને ઉદ્દેશીને સ્વપર ઉપકારની વૃત્તિથી આપવું તે શુભ. સામે પાત્ર મહાન સુપાત્ર હોય ત્યારે સ્વઉપકાર ભાવ કેળવે અને અનુકંપાદિ બુદ્ધિથી દીન-દુઃખી જોવા પાત્ર આપવાનું હોય ત્યારે પરોપકાર ભાવ મુખ્ય હોય છે. સ્વ ઉપકાર ભાવ ગૌણ હોય છે. | તીર્થંકર પરમાત્મા જગતના પરમ પાત્ર છે. સર્વોત્તમ પાત્ર છે. પ્રભુને આહારાદિ આપનારનું પણ કલ્યાણ ચોક્કસ થાય. ત્યાર પછી મોક્ષમાર્ગને અભિમુખ થયેલા મુનિ મહારાજ સુપાત્ર કહેવાય. તેમને પણ આહાર, વસ્ત્ર–પાત્ર, સ્થાનાદિનું દાન કરવું તે સુપાત્રદાન છે. અને દીન-દુઃખી, અનાથ, દરિદ્રાદિ અનુકંપા ભાવથી અનુકષ્ણપાત્ર છે. તેમને દુઃખ નિવૃત્યર્થે આહાર-વસ્ત્રાદિ આપવું પણ પુણ્યકારક છે.
પુણ્ય કર્મના કારણેને શુભાશ્રવ કહેવાય છે અને તે પણ પુણ્ય બંધનું કારણ કહેવાય છે. તે ૯ પ્રકારે બંધાય છે.
૧. પાત્રને અન્ન (આહાર-ભેજન) આપવાથી. ૨. પાત્રને તૃષાશાત્યર્થે પાણી પીવરાવવાથી. ૩. પાત્રને અવસરે જગ્યા સ્થાન (વસતિ) આપવાથી ૪. પાત્રને સૂવા-બેસવા, શય્યા-ખાટ–પલંગ આપવાથી ૫. પાત્રને પહેરવા કપડા–વસ્ત્રાદિ આપવાથી. ૬. મનથી શુભ ચિંતનરૂપ સંકલ્પ ભાવ રાખવાથી.
૫૪