________________
તીર્થકર ભગવાન પ્રત્યે પંચાંગ પ્રણિપાત પુર્વક નમસ્કાર કરે એ સર્વોત્તમ પુણ્ય પ્રકાર છે. તેમના જ સિદ્ધાન્ત ચાલનાર પૂજ્ય આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતને સંયમી આત્માઓને, સંસારના ત્યાગીઓને, વિરક્ત વૈરાગીઓને આદર ભાવથી નમસ્કાર કરવા પણ પુણ્યકારક છે. ધર્મના પ્રત્યે પૂજ્યભાવ રાખવે, વિનય–વીનમ્રપણે ચાલવું પણ નમસ્કાર સવરૂપે છે. આજન, માતા-પિતા, વડીલ, જ્યેષ્ઠબંધુ, વિઘાદાતા, શિક્ષકદિ પ્રત્યે પણ નમરકારને વ્યવહાર પુણ્યકારક છે. એથી વિપરીત વ્યવહાર પાપકારક અશુભ કહેવાય છે.
આ પ્રમાણે પુણ્ય બાંધવાનાઆશ્રવ કારણે શાસ્ત્રકાર મહર્ષિઓએ ૯ બતાવ્યા છે. સમક્ષ પાત્રના પ્રમાણે જેવા ભાવ-અધ્યવસાય તે પ્રમાણે પુણ્ય પણ ન્યૂનાધિક બંધાય. પાપકર્મ ૧૮ રીતે બધાય છે
જેમ શુભ અધ્યવસાયે વધારે પુણ્ય બંધાવે છે તેમ તેનાથી વિપરીત–અશુભ અધ્યવસાયે-વચારે પાપ બંધાવે છે. સારાનું ફળ સારૂ અને ખરાબનું ફળ ખરાબ સમયે સમયે જ મન–વચન-કાયાની જેવી શુભઅશુભ વૃત્તિ -તય પ્રવૃત્તિ રાખે છે તેને અનુરૂપ જીવે શુભ (પુણ્ય) અશુભ (પાપ) કર્મ બાંધે છે. જગતમાં એ થી પણ ઘણી પ્રવૃત્તિ તથા વૃત્તિ છે જે શુભ નથી હોતી. અશુભ, ખરાબ હોય છે. તેને પાપ કહેવામાં આવે છે. સર્વજીવમાત્રની મન-વચન-કાયાની આવી અશુભ પ્રવૃત્તિઓને સર્વજ્ઞ જ્ઞાની ભગવંતેએ ૧૮ જાતમાં વિશ્લેષણ કરીને આપણે સમક્ષ રજુ કરી છે. જેને ૧૮ પાપ
સ્થાનક કહીએ છીએ.
પ૭