________________
તેના નિયત સમયે તે પણ ઉદયમાં આવશે. અને ઉદયમાં આવીને પિતાનું સારું-ખરાબ ફળ આપીને તે ચાલ્યું, જશે. જેમ એક નર્તકી સ્ટેજ ઉપર આવીને નાચીને બધાને ખુશ કરીને ચાલી જાય છે, અથવા કઈ દુઃખદ નાટકાદિના પ્રસંગમાં કોઈ પાત્ર આવીને દર્શકેને–શ્રોતાઓને દુઃખી કરી જાય છે, રડાવીને ચાલ્યું જાય છે. તે જ પ્રમાણે ઉદયમાં આવનારા શુભ (પુણ્ય) કર્મો જીવને સુખ આપીને ચાલ્યા જાય છે. રાજી રાખે છે. અને એ જ પ્રમાણે ઉદયમાં આવનારા અશુભ (પા૫) કર્મો જીવને દુઃખ આપીને, નારાજ કરીને ચાલ્યા જાય છે. હવે આ પ્રશ્ન થાય છે કે આ કર્મો બંધાય છે કેવી રીતે અને તેના ઉદયે સુખ-દુ:ખ ભેગવાય કેવી રીતે ? કેટલા પ્રકારે ?
કર્મબંધ
શુભ કર્મબંધ (પુણ્ય)
અશુભ કર્મબંધ (પાપ). ૯ પ્રકારે બંધાય છે.
૧૮ પ્રકારે બંધાય છે. પુણ્યનું ફળ ૪૨ રીતે ભેગવાય છે. પાપનું ફળ ૮ર રીતે ભગવાય છે.
કર્મ શાસ્ત્રના નિયમ પ્રમાણે પુણ્ય કર્મ (શુભ) ૯ પ્રકારે બંધાય છે. અને તે ઉદયમાં આવે ત્યારે કર રીતે ભગવાય. છે. એ જ પ્રમાણે અશુભ પાપકર્મ ૧૮ રીતે બંધાય છે. અને તે જ ઉદયમાં આવે ત્યારે ૮૨ રીતે ભગવાય છે,
સમસ્ત સંસારમાં સર્વ જીવે આ પુણ્ય અને પાપની બંધનની પ્રવૃત્તિમાં કિયા કરે છે. અને તેના ઉદયે સુખ-દુઃખ ભેગવે છે. આ બે વિભાગમાં સર્વ જી વિભકત છે. સમસ્ત બ્રહ્માંડના સર્વ જીવની - મન, વચન અને કાયાની સર્વ
૫૨