________________
પુષ્પમાળા પહેરાવવામાં આવે તે તે ઘણે રાજી થાય છે. અને એજ કુલમાળા જે કુતરાના ગળામાં નાંખી હેય તે તે નારાજ થાય છે. જલદી તેડીને કાઢી નાખવા માટે તૈયાર થશે. મતલબ કુતરાને તે માળા સુખકારક નથી. ઉપરથી બંધનકારક, દુઃખકારક લાગે છે.
ગધેડાને સાકર હિતકર નથી લાગતી. તે નથી ખાતે. એ પ્રમાણે વિચાર કરતા દ્રષ્ટકારણ માનવામાં ઘણી આપત્તિઓ છે. પુણ્ય-પાપરૂપ અદૃષ્ટ કર્મની સિદ્ધિ
પુત્પત્તિમાં દ્રષ્ટકારણ માતાપિતા જ હોય છે છતા પણ એક બાળક સર્વાગ સંપૂર્ણ સુંદર દેખાય છે. છતા તે જ માતા-પિતાનું બીજુ બાળક કુરૂપ—અને હીનાંગ વિકલાંગ દેખાય છે. એક રૂપવાન અને બીજે કુરૂપ કેમ ? એક સર્વાગ સંપૂર્ણ અને બીજો વિકલાંગ કેમ ? માતા પિતા તે એ જ છે. તે પછી આ તફાવત શા માટે ? માટે દ્રષ્ટ ઉપરાંત પણ અદ્રષ્ટ કારણ શુભા-શુભકર્મને માનવા જ પડે. એ જ શુભ કર્મ–તે પુણ્ય, અને અશુભ કર્મ તે પાપ. આ પ્રમાણે અદ્રષ્ટ કર્મ રૂપે પુણ્ય-પાપસિદ્ધ થાય છે. શરીરની રચના પાછળ પણ પુણ્ય–પાપ વગેરે અદ્રષ્ટ રૂપે રહેલા છે. અને આ પુણ્ય -પાપ શુભ-અશુભ ક્રિયા-પ્રવૃત્તિ આધારે સિદ્ધ થાય છે. આથી ક્યિા–પ્રવૃત્તિના આધારે કર્મના પુણ્ય–પાપ એવા બે ભેદ રવભાવથી જ ભિન્ન જાતીય સિદ્ધ થાય છે. रह इप्टोत्वस भाव कार्य विशेषात कुलालयत्न इव । हेत्वन्तरमनु य तत् कर्म शुभाशुभ कर्तु : ॥
૩૯