________________
ધાન્ય, અનાજ વગેરેની પ્રાપ્તિનું ફળ માનવામાં આવે છે. તેમ મન-વચન-કાયાથી થયેલી ક્રિયાનું ફળ તે સુખ-દુઃખાત્મક જ માનવું જોઈએ. કિયા તે પુણ્ય અને પાપ રૂપ કર્મ અને તે કર્મનું ફળ તે સુખ-દુ:ખ. જેમ ઉગેલા અંકુરનું કારણ બીજ છે, તેમ મળેલા સુખ-દુઃખ રૂ૫ ફળનું કારણ કર્મ છે, જે પુણ્ય-પાપરૂપ છે.
પરતુ હે ભગવંત ! સુખ–દુઃખના કારણને અદષ્ટ પુણ્ય –પાપરૂપે જ શા માટે માનવા ? જે તે કારણને દષ્ટ માની લઈએ તે પુણ્ય-પાપની સત્તાને કઈ પ્રશ્ન જ ન રહે. જેમ પગમાં કાંટો વાગે અને માણસ દુઃખી થયે. અત્તર-સુખડ વગેરે લગાડવાથી સુખ અનુભવાય છે. વગેરે ઘણું કારણે દષ્ટ છે તે પછી અદષ્ટ એવા પુણ્ય–પાપને શા માટે માનવા પડે ?
હે અલભ્રાતા! ના. એ પણ માની ન શકાય. કારણ કે એક સરખા દષ્ટ કારણો જેવા છતાં પણ વિચિત્રતા દેખાય છે. દા. ત. અત્તર-સુખડ લગાડેલા સુખી માણસને શું રડતે નથી જે ? શું સુખી-સંપન્ન માણસને રેગ-ત્રસ્ત નથી જે ? જે એના ઉત્તરમાં હા પાડતા હે તે સુખને આધાર દષ્ટ કારણે ઉપર એક સરખે કયાં રહ્યો ?
એ જ પ્રમાણે દુઃખનું પણ છે. કાંટો વાગવા છતાં પણ બધા એક સરખા દુઃખી નથી હોતા. રેગ હોવા છતા પણ બધા એક સરખા દુઃખી નથી હોતા. માટે સુખ-દુઃખના કારણું તરીકે દ્રષ્ટ પદાર્થોને માનવા જતા ઘણી મોટી ભૂલ
૩૭