________________
નહોતી. કાર્યાનુમાન અને કારણનુમાન બને રીતે સિદ્ધ થાય છે.
એ સારી–ખરાબ જે કિયાઓ છે તેના ફળરૂપે સુખઅને દુઃખ આ બે જ પ્રકારના ફળ મળે છે. કેઈ સુખી થાય છે તે કઈ દુખી થાય છે. પછી ભલે કાળ અને ક્ષેત્ર તે જ રહે અથવા બદલાય તે પણ ફળ તે મળવાનું જ છે. કાળ કદાચ આજે ન હોય, અથવા વર્ષ પછીને હૈય, ૧૦૦ વર્ષને હેય અથવા ૧૦૦૦ કે લાખ વર્ષને હોય તે પણ કેઈ દોષ નથી. વિદ્યાથી ૧ વર્ષે એક ધારણ આગળ વધે છે. M. A. કેઈ ૩ વર્ષમાં થશે. કેઈ છ વર્ષમાં ડોકટર થશે. કેઈ ૨૦ વર્ષે નેરમાંથી શેઠ બનશે. કેઈ ૫૦ વર્ષ મહા મહેનતે દેશના વડાપ્રધાન થશે. તે કઈ ૧૦૦ વર્ષે યેગી થશે.. એમ કિયાના ફળને કાળ ઘણો એ છે કે વધારે લાગે, પરન્તુ કિયાનું ફળ મળે જ છે. કિયાથી પૂર્વે કિયાનું પ્રયોજન કે હેતુ રહે છે. અને કિયા-પ્રવૃત્તિની સમાપ્તિ પછી કાળાન્તરે તેનું ફળ મળે છે. માટે ક્રિયા કયારેય નિષ્ફળ તો ન જ કહેવાય. સફળ એટલે ફળસહિત જ હોય છે. હવે જીવની ક્રિયા, જે મન-વચન–અને કાયાનાં આધારે થાય છે. તે જ પ્રમાણે કિયા કે પ્રવૃત્તિ સારી છે કે ખરાબ છે તેના આધારે જીવને તેનું ફળ મળશે અર્થાત સારી કિયા કે પ્રવૃત્તિનું ફળ સુખ-સાહ્યબી વગેરે અને ખરાબનું ફળ દુઃખ-દુર્ગતિ વગેરે મળશે. આ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.
- ૩૫