________________
થશે. એક જ દુધ બધાને સરખી રીતે ફળદાયી નથી નીવડતું. એ જ દુધ કે પીએ છે તે મસ્ત થાય છે–શકિત શરીર, વધે છે. અને એ જ દુધ બીજા પીએ છે તેને ઝાડા– થાય છે. ત્રીજાને દુધ પીવાથી ઉલ્ટી થાય છે દષ્ટકારણ. એક જ અને એક સરખુ હેવા છતાં પણ ફળ એકસરખું નથી દેખાતું માટે અષ્ટ પુણ્ય-પાપ રૂપ કર્મને જ કારણ માનશું તે જ સમાધાન થશે. બે બાળક સાથે ઉપરથી પડતું મુકનાર માતા ત્રણેની મરવાની ક્રિયા છે એમ લાગે છે. પડવાનું સ્થાન દષ્ટ કારણ છે. છતાં પણ માતા અને એક દીકરી મરે છે અને બીજી દીકરી જીવતી રહે છે તેનું શું કારણ? એક જ જગ્યાએ બન્ને સાથે પડવા છતાં પણ એક મરે છે અને બીજે જીવતે રહે છે. એક જ પાઠશાળામાંથી એક જ ધોરણમાંથી ૨૫ વિદ્યાર્થીઓ પાસ થાય છે. અને બીજા નાપાસ થાય છે. દષ્ટ કારણ રૂપે પુસ્તક-શિક્ષક, શાળા, ધરણુ બધુ એકજ છે. છતાં કઈ પાસ અને કઈ નાપાસ શા માટે થાય છે ? એકજ દવા (ઔષધ) એક સરખા ૧૦ રેગીને આપવામાં આવે છે છતાં કેઈને રેગ મટે છે અને કેઈને નથી પણ મહતું. એક સરખે આહાર લેવા છતાં એક રાજી . બીજો નારાજ છે. એક તંદુરસ્ત છે. તે બીજે નાદુરસ્ત છે. આ પ્રમાણે દ્રષ્ટ કારણે માનવાથી કયારેય નહીં ચાલે. અદ્રષ્ટ કર્મને કારણ માનવાથી જ વાસ્તવિકતા સમજાશે.
આ પ્રમાણે સુખ-દુઃખરૂપ કાર્યના માટે સમાન દ્રષ્ટ કારણે માનવામાં ઘણાં દોષ રહેલા છે. સુખ-દુઃખ ફળ છે. કોઇને
૩૮