________________
માત્રનું પણ સુખ નથી. ૧ મિનિટ પણ નરકના નારકી જ સુખી નથી. સુખ નથી, પામતા તે શાતાની તે વાત જ કયાં રહે હા. એક માત્ર વિકલ્પ છે તીથ કરેના પાંચ કલ્યાણક પ્રસંગે જ બે ઘડીમાત્ર નરકના નારકી છે શાતા પામે છે. પરંતુ તે પુણ્ય તીર્થકરનું છે. તેમના જન્મદિના પ્રભાવથી બીજા છ સુખ–શાતા પામે છે. સ્વાર્ગમાં સુખમેજ–ભેગેપભેગનું પ્રમાણ અતિ છે. માટે ત્યાં એકલુ સુખ જ ભગવાય છે. દુઃખને અભાવ છે. આ પ્રમાણે સુખ–દુઃખના કારણભૂત પુણ્ય–પાપ સંકીર્ણ-મિશ્ર હેત તે તેના ફળરૂપે ‘ઉદયે નારકીમાં તેમજ સ્વર્ગમાં પણ સુખ-દુઃખ બને મિશ્રપણે જ ભેગા ઉદયમાં આવવા જોઈએ. પરંતુ તે તે નથી. દ્રષ્ટપણે જ વિરુદ્ધ છે. (દેવ–નારકનું તથા તેમની દેવ–નરકગતિનું વર્ણન આ પહેલા કરેલું છે. ત્યાંથી વાંચી લેવું) માટે સ્વતંત્ર સુખના કારણે ભુત સ્વતંત્ર સુખ જ, અવ સ્વતંત્ર દુઃખના કારણભુત સ્વતંત્ર દુઃખ જ માનવું ઉચિત છે.
જે પુણ્ય-પાપને સંકીર્ણ-મિશ્ર માનીએ તે સંકીર્ણ કારણના ઉદયે ફળરૂપે સુખ-દુઃખ પણ મિશ્રપણે જ ઉદયમાં આવવા જોઈએ. એવું ન બને કે મિશ્ર કારણ હોય ખરા પણ તેમાંથી એક ઉત્કટ પણે ફળરૂપે ઉદયમાં આવે અને બીજે ન આવે. ના, એમ ન બને. માટે સુખના ઉત્કટમાં પુણ્યની ઉત્કટતા અને દુઃખની ઉત્કટતામાં પાપની ઉત્કટતાને જ કારણે માનવી જોઈએ.
૪૧