________________
પિંછા વિવીધ રંગી છે. ચંદ્રિકા સફેદ છે. આ સર્વ પ્રકારની વિચિત્રતા કોઈ કરતું નથી. સ્વભાવથી જ થાય છે. માટે ઈશ્વર, કર્મ કંઈ જ માનવાની જરૂર નથી. કેઈ કર્તા નથી, બધું સ્વભાવિસિદ્ધ છે. જેમ કાંટાની તીણતામાં કઈ હેતુ નથી, તે જ પ્રમાણે જેના સુખ-દુઃખમાં પણ કેઈ હેતુ નથી. માત્ર સ્વભાવથી જ જીવે સુખી-દુઃખી થતા હોય છે. આ પ્રમાણે સંસાર સ્વભાવના કારણે ચાલ્યા કરે છે. એવું સ્વભાવિવાદીઓનું કહેવું છે.
હે અલભ્રાતા ! આ પક્ષ પણ યુક્તિયુકત નથી. કારણ, પહેલા એ વિચારીએ કે સ્વભાવ શું છે ? સ્વભાવ એટલે શું ? શું સ્વભાવ તે કઈ વસ્તુ વિશેષ છે? અથવા નિષ્કારણતા છે ? અથવા શું વસ્તુને ધર્મ છે ? શું છે ?
સ્વભાવવાદને વિચાર કરતા પહેલા તે આ ત્રણે વિકલ્પ ઉભા થાય છે. આપણે કમશઃ એક એકને જોઈએ.
૧. સ્વભાવને જે વસ્તુ વિશેષ માનીએ તે તે આકાશકુસુમ અથવા વધ્યાપુત્રના જેવુ સિધધ થશે. કારણ સ્વભાવ કયાંય ઉપલબ્ધ નથી, કે આપણે આ વસ્તુનું નામ સ્વભાવ કહી શકીએ. એવી કઈ વસ્તુ પૃથ્વી તલ ઉપર ઉપલબ્ધ નથી. માટે વધ્યાપુત્રની જેમ સ્વભાવ પણ વસ્તુ વિશેષ સિદ્ધ ન જ થઈ શકે.
બીજુ સ્વભાવને મૂર્ત માને કે અમૂર્ત જે મૂર્ત માને તે તે પછી કર્મ મૂર્ત જ છે. તે સ્વભાવને કર્મનું જ બીજુ નામ આપી દીધું હોય તેમ લાગે છે. અને જે અમૂર્ત માને