________________
gવાત કa T” મેળવવાની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરે. આ રીતે યજ્ઞ કરવાનું શા માટે કીધું ? વેદોની તે એવી માન્યતા છે કે અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવાથી એક અદષ્ટ (પુણ્ય) ઉત્પન્ન થાય છે. તે આત્માને સ્વર્ગમાં લઈ જાય છે.
બીજું એ કે, જે પુણ્ય-પાપનું અસ્તિત્વ ન માનવામાં આવે તે, દાનનું ફળ પુણ્ય અને હિંસાનું ફળ પાપ જે મનાય છે, તે સર્વ નિષ્ફળ અસંગત સિદ્ધ થઈ જશે અને જે પુણ્ય-પાપને નિષેધ થશે તે દન-હિંસાદિ પ્રવૃત્તિને પણ નિષેધ થઈ જશે. પરંતુ લેક વ્યવહારમાં તે તેવું દેખાતું નથી. દાન હિંસાદિ પ્રવૃત્તિઓ તે એકધારી-એક સરખી ચાલુ જ છે. જે આચરે જ છે. અને જે જીવે પ્રવૃત્તિ કરે જ છે તે પછી તે પ્રવૃત્તિ સદંતર નિરર્થક જ છે એમ પણ કહી નહીં શકાય. કંઈક સાર્થક્તા તેમાં પણ છે.
અને બીજું એ પણ આ સંસારમાં સ્પષ્ટ દેખાય છે કે દરેક પ્રાણી સુખ–દુઃખ અનુભવે છે. કોઈ સુખી કઈ દુઃખી છે, તે પછી તેનું કારણ શું? માટે આ સંસારમાં સુખ દુઃખ છે તે તેનું કારણ પણ પુણ્ય-પાપ છે એ સ્પષ્ટ થાય છે. માટે વેદનું તાત્પર્ય પુણ્ય-પાપનું નિષેધ કરવાનું નથી. માટે હે અલભ્રાતા ! પુણ્ય-પાપ અવશ્ય છે. પુણ્ય-પાપ વિષે મતભેદના પક્ષેमण्णसि पुण्णं पाव साहारणमहव दोऽवि भिन्नाह । होज्ज न वा कम्म चिय सभावओ भवपब चाऽय ॥