________________
આ રીતે આટલી કાર્ય-કારણની પૂર્વભૂમિકા વિચાર્યા પછી હવે એ શોધીએ કે સુખ-દુઃખ એ કાર્ય છે કે કારણ? શું એ બને કારણ છે? તે એમાંથી થતું કાર્ય શું? ના.... કઈ જ નથી. માટે એ બન્નેને કારણ તે ન જ માની શકાય.
તે શું કાર્ય માની શકાય ? હા. કાર્ય કહી શકાય. સંસારમાં સુખ દુઃખ તે તે વ્યક્તિમાં દેખાય છે. કેઈને બંગલો, કેઈને ઝૂંપડી વગેરે સુખ–દુઃખ છે. તે કાર્ય છે. જે કાર્ય હોય તો કારણ વિના કેમ સંભવે? સુખ-દુ:ખને જે કાર્ય માનીએ તે તેના કારણમાં કેને માનશું ?
આના ઉત્તરમાં સુખ-દુઃખના કારણ રૂપે માનવામાં કઈ ઉપરવાળાને, કે કુદરતને, ઈ ઈશ્વરને, કઈ પિતાને, કેઈ માતાને . વગેરેને ભિન્ન ભિન્ન કારણ માનશે.
પરંતુ પિતાના સુખ–દુખની પાછળ જે ઈશ્વર-કુદરત આદિને જે કારણ માનવામાં આવશે તો તેમાં ઘણી આપત્તિઓ આવશે. ઈશ્વરનું સ્વરૂપ વિકૃત થઈ જશે. પછી તે ઈશ્વરને પણ ગીષી, પક્ષપાતી, સ્વાથી વગેરે માનવાને વખત આવશે. જેને વિચાર આપણે પહેલા પણ ચોથા વ્યાખ્યાનમાં પાના નં. ૧૨ થી કહી ગયા છીએ. ત્યાંથી એ બધી દલીલે વાંચી લેવી.
અને ઈશ્વર પણ સર્વને સુખ-દુઃખ તે તે જીવના કર્માનુસારે આપતો હોય તે પછી કર્મને સ્વતંત્ર કારણ માની શકાય, પછી બીજાની સત્તાની આવશ્યક્તા જ નથી. એટલે
૧૩