________________
શાસ્ત્રોમાં કંડારાયેલુ શાસ્ત્ર વચન છે. માટે કોઈએ પણ પાપ ન કરવા અને ધર્મ-પુણ્ય કરવાં જોઈએ.
પરંતુ આ સંસારમાં તદ્દન ઊંધી વિપરીત પ્રવૃત્તિ કરનારા જે પણ જોવા મળશે. કહ્યું છે કેपुण्यस्य फलमिच्छन्ति, पुण्यं नेच्छन्ति मानवाः । कहां पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादशः ॥
આ સંસારમાં જેની વિચિત્ર વૃત્તિ પણ જોવા મળે છે કે, પુણ્યનું ફળ જે સુખ છે તે તે સહુ મેળવવા ઈચ્છે છે. પરન્તુ સુખના કારણભૂત પુણ્યને આચરવા કેઈ નથી ઈચ્છતું. એ જ પ્રમાણે પાપનું ફળ જે દુઃખ છે તે કોઈ નથી ઈચ્છતું. પરન્તુ આશ્ચર્ય તે એ વાતનું છે કે પાપ કરવાનું છોડતા પણ નથી. પાપ કરીને સુખી થવાની ઈચ્છા ઘણ રાખે છે. બાવળ વાવવાથી કેરી ક્યારેય ઊગતી નથી. તેમ પાપ કરવાથી સુખ કેઈ કાળે મળતું નથી. દુઃખ જ મળે. કર્મસત્તાના દરબારમાં દેર પણ નથી અને અંધેર પ નથી. એક ન્ત પાપવાદના નિરાશપૂર્વક પુણ્યસિદ્ધિ
બીજા પક્ષમાં જે એકાન્ત પાપવાદ માનીને તેની વધઘટના આધારે જગતમાં સુખ-દુઃખ ની વધઘટ માનવાનું વિચારે છે. તે પક્ષ પણ એકાન્ત વાદને પક્ષ છે. તે કેવી રીતે ઉચિત નથી તે જોઈએ. પ્રથમ એકાન્ત પુણ્યવાદનો બિલકુલ વિરુદ્ધ મત છે. પ્રભુએ કહ્યું – एवं चिय विवरीय जोएज्जा सयपावपक्खेऽवि । न य साहारणरूव कम तकारणाभावा ॥