________________
હે અલભ્રાતા ! વળી તારી સમક્ષ પુણ્ય-પાપ વિષે જુદા જુદા મતે ઉપસ્થિત છે તેમાંથી પણ તું નિર્ણય નથી કરી શક્તિ કે ખરો પક્ષ કર્યો હશે ? તેથી પણ તારુ મન દ્વિધામાં હોવાથી સંશયગ્રસ્ત છે. પુણ્ય–પાપ વષેના તારી સામે ઉપસ્થિત મતે- આ પ્રમાણે છે
(૧) પુણ્ય હશે ? (૨) પાપ હશે ? (૩) અથવા ઉભયમિશ્ર હશે ? (૪) અથવા બન્ને ભિન્ન હશે? અથવા શું આ ભવને પ્રપંચ માત્ર સ્વભાવથી જ ચાલતું હશે ? આ પક્ષેને વધુ સ્પષ્ટ કરી એ–
(૧) માત્ર પુણ્ય જ છે. અને પાપ નથી. (૨) માત્ર પાપ જ છે. પુણ્ય નથી.
(૩) પુણ્ય- અને પાપ શું મેચકમણિની જેમ બને મિશ્ર છે ? અર્થાત મેચકમણિમાં વિવિધ રંગે હોવા છતા તે એક સાધારણ વસ્તુ છે તેમ સુબ-અ ને દુઃખરૂપ ફળ આપનાર કે એક જ સાધારણ રૂપ છે ? અર્થાત શું પુણ્ય–પાપ બનેમિશ્ર છે ?
(૪) અથવા સુખનું ફળ આપનાર પુણ્ય, અને દુઃખનું ફળ આપનાર પાપ શું બને જુદા-જુદા સ્વતંત્ર છે ?
(૫) કર્મ જ નથી. અર્થાત શુભાશુભ કર્મરૂપ પુણ્ય-પાપ જેવી કઈ વસ્તુ જ નથી. અને આ સંસારનો ભવપ્રપંચ માત્ર સ્વભાવથી જ ચાલે છે. કર્મને અભાવ અને સ્વભાવવાદ માનનાર આ પાંચમે પક્ષ છે. તે અચલ બ્રાતા ! આવી પરસ્પર વિરુદ્ધ પાંચ પ્રકારની માન્યતાઓથી તું સંશયગ્રસ્ત થયેલ છે. આ પાંચે મતે કે પિતપોતાના મતની સિદ્ધિ માટે સમર્થન