________________
આહાર આદિ વિપરીત બાહ્ય સાધના બળના પ્રર્ષની અપેક્ષા રહેવી ન જોઈએ. જે પુણ્ય ઘટવાથી જ દુઃખ વધતુ હેય તે સુખના સાધનને ઘટાડે જ તેમાં કારણ હવે જોઈએ. પણ દુઃખના સાધનની વૃદ્ધિ તેમાં અનિવાર્ય ન હેવી જોઈએ.
પરતુ ના. દુઃખ માત્ર સુખના સાધને ઘટવાથી જ વધે છે એવું નથી. સુખના સાધનો ઘણું હોય છે છતાં પણ દુઃખ વધી શકે છે. માટે દુઃખની વૃદ્ધિની પાછળ સ્વતંત્ર અશુભ કર્મ માનવે જોઈએ. અને તે છે પાપ કર્મ સુખના વધ-ઘટની પાછળ તેના કારણભુત પુણ્યકર્મની વધ-ઘટ કારણ બને છે તે પ્રમાણે દુઃખના વધ–ઘટની પાછળ તેના પણ સ્વતંત્ર કારણરૂપે અશુભ પાપ કર્મને માને જઈએ. પુણ્ય ઈષ્ટ સાધને વસ્તુઓ ઘટી શકે છે, પરંતુ દુઃખદાયિ અનિષ્ટ વસ્તુઓ કેવી રીતે વધે ? તે તે અશુભ કર્મના ઉદયથી વધે છે માટે અશુભ કર્મ–પાપને સ્વતંત્ર માનવો જોઈએ.
બીજુ હે અલભ્રાતા ! જે પુણ્યની વૃદ્ધિના આધારે મસ્ત મેટુ સુખી શરીર માનવામાં આવે અને પુણ્યના ઘટવાથી નાનું દુઃખી શરીર એમ જે માનવામાં આવે તે શું આ પક્ષ બરોબર છે ? પાપ જેવી કઈ વસ્તુ જ સ્વતંત્ર ન હોય (ન માને અને માત્ર પુણ્યની વધ-ઘટ પ્રમાણે જ જે શરીર માનવામાં આવે તે બીજી ઘણી આપત્તિ છે. એટલે વધારે પુણ્યથી વધારે મેટુ શરીર અને ઓછા પુણ્યથી નાનું શરીર એમ જે માનીએ તે ચકવર્તી કરતા પણ હાથીનું શરીર
૧૦