________________
કારક ભિન્ન ભિન્ન યુક્તિઓ આપીને મતપુષ્ટિ કરે છે. તે આ પ્રમાણે છે. (૧) એકાન્ત પુણ્યવાદ પક્ષ पुण्णुक्करिसे सुभया तरतमजोगावगरिसओ हाणो । तस्सेव खए मोकखा पत्थाहारोवमाणाओ ।
ફકત પુણ્યવાદ જ માનનારા અને પાપ ન માનનારા મતવાદીઓનું માનવું છે કે એકલા પુણ્યને જ માનવાથી સુખ-દુઃખ બને ઘટી શકે છે. તો પછી પાપ તત્વ માનવાની કોઈ જરૂરજ નથી રહેતી. જેમ-જેમ ભેજનમાં પથ્થહાને જ વિશેષ રૂપે લેવામાં આવે તે આરોગ્ય સુધરે છે. સારૂ રહે, વધારો થાય છે. અને જેમ પથ્ય આહારનું પ્રમાણ ઘટે છે તેમ આરોગમાં પણ હાનિ આવે છે. અર્થાત રેગ વધે છે. એમ પુણ્યનું પ્રમાણ ઘટે છે તેમ તેમ દુઃખ વધે છે. અને જે પથ્ય આહાર સાવજ છોડી દેવામાં આવે તે મૃત્યુની પણ સંભાવના છે. તે જ પ્રમાણે ફક્ત એકલા પુણ્યને જ માનવાથી સુખ-દુઃખની ઉપપત્તિ થઈ શકે છે. તે પાપ જુદુ માનવાની જરૂર નથી.
પુણ્ય કમશ. ઉત્કર્ષ એટલે જેમ જેમ પુણ્ય વધે તેમ તેમ સુખ વધે છે. અને પુણ્ય એકદમ વધી જાય તે સ્વર્ગ મળે છે. જે પુણ્ય ક્રમશઃ ઘટે તે સુખ પણ ઘટે છે. અર્થાત દુઃખ મળે છે. અને પુણ્ય જે સાવ જ ઘટી જાય તે નરકમાં દુઃખ મળે છે. અને પુણ્યને સર્વથા ક્ષય અભાવ થઈ જાય તે મેક્ષ મળે છે. આ પ્રમાણે એકાન્ત પુણ્યવાદીઓ એકલા પુણ્યપક્ષથી પણ સંસારની વ્યવસ્થા ચલાવવાનું વિચારે છે.