________________
જન્મ-જરા-માણથી રહિત સર્વ-સર્વદેશી રમતાના સાગર- શુકાના ભંડાર ભગવંતે તેમના નામ અને ગેત્ર પૂર્વક સંબોધન કરી બોલાવતા કહ્યું, હે હસ્તિગેત્રિય અલભ્રાતા આવે. ખુશીથી આ મધુર–મીઠે આવકાર મળતા પંડિત અલભ્રાતા સમવસરણુમાં ઉપર આવ્યા. સ્તબ્ધ બની ગયા. ત્યાં તે પ્રભુએ આગળ કહ્યું – कि मण्णे पुण्ण-पाव अस्थि-नथि त्ति संसओ तुझ । वेय पयाण य अत्थं न यागसी तेसिमो अत्यो ॥
જીવ માત્રના મનોગત ભાવને જાણનારા અંતર્યામી પરમાત્મા મહાવીર પ્રભુએ અચલબ્રાતાની મનગત શંકાને પ્રગટ કરતા કહ્યું- હે ઓ ! તારા મનમાં એવી શંકા છે કે પુણ્ય-પાપ જેવું કંઈ છે કે નહીં ? અદૃષ્ટ દેખાતા એવા પુણ્ય-પાપ હોઈ શકે ખરા ? આ પ્રમાણે તારા મનમાં પુણ્યપાપ વિષે શંકા છે. પરંતુ હે અલભ્રાતા ! તને આ સંશય થવામાં પરસ્પર વિરુદ્ધાર્થવાળા વેદનાં પદો તેમાં કારણભૂત છે. તે વેદપદોનો અર્થ બરોબર ન લગાડતાં આ શંકા ઉભી થઈ છે, અને જે વેદ વાળ્યો પરસ્પર વિરૂધ્ધ અર્થવાળા તારી સામે આવ્યા તેનો આશય તું ન સમજી શકે. એટલે સંશય ઉભું થયે. તે વેદવાકય આ પ્રમાણે છે– પુરુષ નં ૧ ચમતં ચરર મારા” તને જેમાંથી સંશય થયો તે આ વેદ વાક્ય છે. અને તેનો અર્થ તું એવો કરે છે કેઆ પ્રત્યક્ષ જણાતું જે કંઈ પણ જડ ચેતન સ્વરૂપ જે થયું અને થશે તે સર્વ પુરુષ જ છે. પુરૂષ અર્થાત આત્મા જ છે.