________________
જન્મ મરણના ફેરાથી તે છૂટી શકાય. તે પછી આપણે મનુધ્યએ ધર્મ પામ્યા પછી શા માટે સ્વર્ગની દેવજન્મની માંગણી કરવી જોઈએ? આ અંગે આત્મમંથન કરવા જેવું છે. દેવ વિમાન –
દેવલોકમાંથી પૃથ્વી ઉપર આવવા માટે દેવતાઓ વિમાનની રચના કરે છે. પુષ્પક વિમાન, પાલક વિમાન આદિ તેમનાં નામે છે. આગળ પશુ-પક્ષીના આકારની રચના કરે છે. અંદર ઘુમટ, શિખર, આદિની રચના કરે છે. ઈદ્રાદિ દેવતાઓ તેમાં સિંહાસન ઉપર બિરાજમાન થાય છે. અને પિતાની શૈકિય લબ્ધિથી દેવતાઓ અત્રે ભગવંતના પાંચ કલ્યાણક પ્રસંગે આવે છે. સમવસરણમાં પ્રભુની દેશના સાંભળવા પણ આવે છે. એ વખતે પિતાના (વિમાનો) વાહને સમવસરણના પ્રથમ ગઢમાં મૂકી દે છે. અને પછી ઉપર ત્રીજા ગઢમાં પ્રભુની દેશના શ્રવણ કરવા જાય છે. સમ્યક શ્રદ્ધાળુ દેવતાઓ ધર્મ આરાધના, દેવાધિદેવની ભકિત-કલ્યાણકની ભક્તિ તીર્થયાત્રા, શાશ્વતી-જિનપ્રતિમાઓની પૂજા ભકિતમાં પિતાને સમય ગાળે છે.
દેવલોકના વિમાનના વિસ્તાર આદિનું વર્ણન તે આગમેમાંથી, લે પ્રકાશ આદિમાંથી વિસ્તારથી જાણવું. સુધર્માસભા આદિ જે દેવ દરબાર ભરાય છે, તેમાં પણ દેવતાએ હાજરી આવે છે. ચર્ચા-વિચારણા થાય છે. ૧૦ પ્રકારના દેવતાઓ
જે ૧૨ દેવલેક કપ પન્ન છે. ત્યાં સુધીમાં દેવતાઓની અંદર ઈન્દ્ર - સામાનિક આદિ ૧૦ પ્રશરના વિભાગે છે.