________________
અસંભવ એવા ત્રિદોષ રહિત છે. આવા ત્રણે દોષથી રહિત હેય તેને જ લક્ષણ કહેવાય. લક્ષણ હંમેશા લક્ષ્યની સિદ્ધિ કરે છે. અહીંયા લક્ષ્ય પદાર્થ તે આત્મા છે અને લક્ષણ તે ચેતનાધર્મ છે. ચેતના લક્ષણથી ચૈતન્ય સ્વરૂપી આત્માની જ સિદ્ધિ થાય છે, શરીરની નહીં. કારણ ચેતના એ શરીરની નથી. ચેતના શરીરમાં નથી ઘટતી. કારણ જાણવા જેવાને સ્વભાવ એ શરીરને નથી. આત્માને છે
આત્માનું લક્ષણ- પૂજ્ય વાચક મુખ્યજી શ્રી ઉમાસ્વાતિજી મહારાજ તત્વાર્થ સુત્રમાં ફરમાવે છે કે “ જે ત્રાજૂ' ઉપગ લક્ષણવાળો આત્મા છે. ઉપગ જ્ઞાન-દર્શનાત્મક છે. અને દર્શને પગ જ્ઞાને પગથી આત્મા જાણે છે અને દર્શનેપગથી જુએ છે, આ જાણવા અને જેવા સ્વભાવવાળે તે આત્મા છે. ઉપયોગ પણ ચેતનાત્મક છે. ચેતના કહે કે ઉપયોગ કહે અને એક જ છે. નામભેદ છે. પરંતુ સ્વરૂપ એક જ છે. આત્માનું લક્ષણ શરીરમાં નહીં ઘટે અને શરીરનું લક્ષણ આત્મામાં નહીં ઘટે, કારણ બને પરસ્પર વિરૂધ ગુણધણું વાળા દ્રવ્ય છે. માટે જ ભિન્ન સ્વતંત્ર આત્મા અને આત્માથી ભિન્ન સ્વતંત્ર જડજન્ય ભુતજન્ય દેહ શરીર માનવું જોઈએ. બનેને એક માનવા શકય નથી. હાથી અને ઘેડા બનેને એક માની ન શકાય. આકાશ-પાતાળમાં જેટલું તફાવત છે, તેટલો જડ-ચેતનની વચ્ચે તફાવત છે. સંખ્યાની દ્રષ્ટિએ આત્મા કેટલા ?
મેતાર્યજીને એ પણ પ્રશન છે કે, આત્મા એક જ હોવાથી