________________
થવું અને પાપ અથવા “વિગમે” –બા શબ્દને અર્થ છે. નષ્ટ થવું.
હવે આટલું સમજ્યા પછી વિચાર કરતા સ્પષ્ટ ખ્યાલ આવશે કે વસ્તુ પોતે જ આ ત્રણ અવસ્થાવાળી છે. ગમે એટલી પર્યાયે ઉત્પન્ન થાય કે નષ્ટ થાય પરંતુ તેથી મૂળભૂત દ્રવ્યને કેઈ આંચ નથી આવતી. મૂળભૂત દ્રવ્ય તે પિતાના સ્વરૂપમાં નિત્ય રહે છે અને પર્યાયે બદલાતી રહે છે.
જે નિત્ય રહે છે તે ત્રણે કાળમાં એકસરખે રહે છે. વિચાર કરો કે એક નિત્ય દ્રથની આજ દિવસ સુધીમાં કેટલી પર્યા બદલાગી હશે ? કાળ અનન્ત વીતી ગયા છે અને અનન્તા કાળથી આત્માદિ દ્રવ્ય નિત્ય છે. જેવા છે તેવા જ છે, અનન્ત કાળમાં અનન્ત પર્યા બદલાઈ ગઈ. છતાં દ્રવ્ય નિત્ય રહ્યું છે.
આ રીતે સંસારના તમામ પદાર્થોમાં આ ત્રણ પદો (ત્રિપદી) ઘટશે. તમારૃ તુ ગામનું તેથી વસ્તુ આ ત્રણ અવસ્થાવાળી છે. એટલે પરમાત્માએ ફરમાવેલ ત્રિપીને સિધાન્ત સત્ય અને યથાર્થ સિદ્ધ થાય છે.
જેમ વીંટીનું દૃષ્ટાન્ત લીધું તેમ હવે આત્મા નું દષ્ટાન્ત લઈએ અને આત્મા પણ એક દ્રવ્ય વસ્તુ જ છે તે તેને પણ આ ત્રિપદી ની કસોટી ઉપર કસી જોઈએ, જેથી એકસાઈ થતા આત્માના ચેકકસ સ્વરૂપનું ખ્યાલ આવે. પરીક્ષા થાય. આત્મા સ્વતંત્ર દ્રવ્યની અપેક્ષાથી સદા નિત્ય છે. અવિનાશી-શાશ્વત છે. ત્રણે કાળમાં તેનું સ્વરૂપ એકસરખુ જ રહે છે. દ્રવ્યથી જે જે નિત્ય