________________
नरया दसविह वेयणासी उसिण खुह पिवास कडूहि । परवरस्स जर-दाह-भय-सेोग चेव वेयन्ति ॥
શીત (ઠંડી,) ઉષ્ણ (ગરમી), સુધા (ભૂખ), તૃષા (તરસ) કડુ-ખરજવુ, પરવશતા, (જવર) તાવ, દાહ-બળતરા, શેક અને ભયાદિની દશ પ્રકારની વેદના અનેક ગણી વધારે નરકમાં છે. એક તે અહીંના સૂર્ય-ચન્દ્રાદિને અંશમાત્ર પણ પ્રકાશ ત્યાં નરકપૃથ્વીઓમાં પહોંચતું નથી. તેથી સાતે નરકોમાં અંધારૂ વ્યાપેલુ છે. પહેલી પછી બીજી નરકમૃથ્વીમાં ઘણું વધારે, પછી વધુ ગાઢ ગાઢ અંધારૂ છે. એટલે જ સાતમી નરકનું નામ મહાતમઃ પ્રભા (તમસ્તમ પ્રભા) અર્થાત ઘોર અંધારાવાળી નરક જય વસંખ્ય સૂરી પડી રહેલા નારકીઓને પિતાને જ પિતાની આંગળી પણ કયારેય દેખાતી નથી એટલુ ઘેર નિબીડ અંધારું છે. તે બીજા તે કયાંથી દેખાય? કોઈ સંભાવના જ નથી. અને પછી ચાલે, દોડે જાય, ભાગે એટલે એકબીજાને અથડાય, ભટકાય અને પછી લડવા માંડે ઝઘડવા માંડે અને મારામારી ઉપર ઉતરી જાય છે એટલે સૂધી કે લેહી લેહાણ થઈ જાય છે.
નરકમાં ઠંડી–એટલી ભયંકર હોય છે કે એ નારકીને જે અહીયા લાવીને મહા મહિનાની સખત ઠંડીમાં હિમાલય ઉપર બરફ ઉપર સૂવાડી દીધું હોય અને ઉપરથી સૂસવાટા મારતે પવન ફૂંકાતે હોય તે તેને ઘસઘસાટ ઉંઘ આવી જાય તે પણ તેને ગમે આ હિસાબે વિચાર કરે નરકમાં અહીં કરતાં હજાર ગણું ઠંડી છે.
એ જ પ્રમાણે ગરમી પણ એટલી જ છે. એક નારકીને
૭૧