________________
દરદ ન થાય, દુઃખે નહીં તે માટે શીશી સુંઘાડીને ડોકટર ઓપરેશન વખતે હાથ-પગ વગેરે કાપે છે. ચીરે છે, પરંતુ નરકમાં સતત હાથ-પગ-નાક- કાન કપાતા જાય છે. કેટલી તીવ્ર વેદના !
ભયંકર તાવ.જવર અને દાહ-બળતરાની વેદના પણ તેમને કેટલી? આપણે તેમના શરીરે જે સ્પર્શ કરીએ તે સળગતા અંગારાના સ્પર્શથી પણ વધારે લાગે, દાઝી જઈએ એટલે તાપ- જવર હોય છે. એટલી સખત બળતરા હોય છે. નરક પૃથ્વીઓની ભૂમિ જ એટલા અણીદાર કાંકરાવાળી હોય છે. અને અણીદાર છરાની બનેલી હોય છે. આવી જમીન ઉપર ચાલતા-ચાલતા પગ ચીરાઈ જાય લેહી-લેહાણ થઈ જાય એવી તે ત્યાંની ભૂમિઓ હોય છે. બિચારા નારકી છે ઉઘાડા પગે ચાલે પણ શી રીતે? ચપ્પલ-બૂટ કપડા વગેરેનું તે ત્યાં નામ-નિશાન નથી. અને આવી પૃથ્વીઓમાં પાછી કાદવવાળી, લેહી-પરૂ વગેરેની વહેતી નદીઓ જેવી ભૂમિ, કાદવ જેવી કીચડવાળી પૃથ્વીઓ, વૈતરણી નદી જેવી ભૂમિઅહીંયા જમીનની નીચેની ગટર જેવી જમીને અને એમાં કાદવના કીડાની જેમ સતત ચાલવું-બેસવું, જીવવું એટલે કેટલી વાતના?
. . . . ત્રીજી નરકમાં પથરાયેલી રેતી એડલી તો સખત ગરમ તપેલી કે આપણા જેવો મનુષ્ય તે કલાકમાં શેકાઈને બળી જાય એવી નરકમાં બિચારીઓને કાયમ રહેવાનું છે. આ પ્રમાણે ત્યાં નરકમાં ક્ષેત્રકૃત એટલે એ ધરતીઓ ઉપરની આ દસ પ્રકારની વેદના છે. ભયંકર દુઃખ ત્રાસ છે.