________________
પણ નારકીઓ મરતા નથી. તેમનું આયુષ્ય નિરૂપકેમ છે. ગમે એટલા આઘાતથી પણ આયુષ્ય પુરૂ ન થાય, તેમજ તૂટી પણ ન જાય. એટલે જ નારકી જ આપઘાત, આત્મ હત્યા પણ કરી નથી શકતા. કપાયા પછી, ટુકડા કર્યા પછી જેમ પાણીનું ટીપુ પાછું પાણીમાં મળી જાય, અથવા પારે જેમ પારામાં મળી જાય સાંધે પણ ન દેખાય તેમ આ નારકીઓના શરીરે પણ અંગે ભેગા થતા જ જોડાઈ જાય છે અને ઉભા થઈને ચાલવા જાય, નાસવા ભાગવા જાય. ત્યાં તે પરણાદામી ફરી ફરી મારે છે. એમ માત્ર નરકમાં સતત વેદના દુઃખ ને ત્રાસ જ ભેગવવાનું છે. નારકીઓ પિતાનું આયુષ્ય સમાપ્ત થયા પછી પૂરેપૂરું ભેગવાઈ ગયા પછી જ મૃત્યુ પામે. ક્ષેત્રકૃત વેદના
આ તે વાત થઈ ફક્ત અસૂરો દરિત પરમાધામીકૃત વેદનાની. પરંતુ ત્રીજી નરક પછી ૪, ૫, ૬, ૭ આ ચાર નરકમાં પરમાધામીઓ પણ નથી ત્યાં શું થતુ હશે.? શું જ્યાં પરમાધામી મારનાર નથી ત્યાં મજા હશે ? ત્યાં શું દુઃખ-પીડા-ત્રાસ–વેદના નહીં હોય ?
ના, એમ નથી. એક પછી બીજી નરકમાં અનેકગણું, બીજી પછી ત્રીજીમાં અનેક ગણું વધારે, એ જ પ્રમાણે ત્રીજી કરતાં ચોથી અને જેથી પછી પાંચમી-છઠ્ઠી-સાતમી નરકમાં અનેક ગણું દુઃખ વધારે છે ત્યાં પરસ્પરકૃત અને ક્ષેત્રકૃત વેદનાનું પ્રમાણ છે. નારકીજીને આવી દશ પ્રકારની વેદનાએ થાય છે. એમ સર્વજ્ઞ ભગવંતે ફરમાવે છે.