________________
કર્તા માનવાની ભૂલ કરવાની જ નથી. નહી તે પરમાધામી અસુરેને ઇશ્વર-ભગવાન માનવાને મેટો દેષ આવી જશે. કર્મસત્તા જ પ્રબલ છે.
એક શ્રીમંત શેઠ કરેડે રૂપિયાને માલિક કોડાધિપતિ છે. પરંતુ કરોડ રૂપિયા કમાય છે કેવી રીતે ? તે કડેની પાછળ પાપ કેવા ભયંકર કર્યા છે. દુનિયાને તેની
શ્રીમંતાઈ દેખાય છે. પરંતુ તેની પાછળ કરેલા પાપે કેને દેખાય છે? ભલે શ્રીમંત હોય પણ પાપકર્માનુસાર રોગમાં રીબાઈ—રીબાઈને મરીને તેને જીવ નરકમાં જાય છે. ત્યાં પર માધામીઓ તેને કઢાઈમાં ઉકળતા તેલમાં ભજીયાની જેમ તળે છે.
કેઈની પણ શ્રીમંતાઈ- સંપત્તિ સાથે નથી આવતી. સાથે તે માત્ર કરેલા પાપ- પુણ્ય આવે છે. અને તે જીવને એકલા જવું પડે છે. વિચાર કરે અહીંયાં સહેજ ગરમ તેલમાં હાથ ચડી જાય અથવા તેલનું ગરમ ટીપુ ચામડી ઉપર પડી જાય તે કેટલી વેદના થાય છે ? તે પછી નરકમાં પરમાધામીઓ ઉકળતા તેલમાં ભજીયાની જેમ તળતા હશે ત્યારે તે શું થતું હશે? પણ પરમાધામીઓને બિલકુલ દયા આવવાની જ નથી. તે તો નિર્દયપણે કરતાથી મારે છે. કાપે છે. તળે છે. બાળે છે. ટુકડે ટુકડા કરી નાખે છે.
પરંતુ નરકમાં પરમાધામી કાપીને ટુકડા કરીને બીજાને પકડવા જાય છે ત્યાં તે નારીજીવનું શરીર પારાની જેમ પાછું ભેગું થઈને ઉભું થઈને દોડવા જાય છે. ત્યાં પા પકડાય છે. શરીર વૈકિય છે. એટલે એક વારમાં મરે તેમ નથી. અને આયુષ્ય નિરૂપક્રમ છે. પૂરૂ અયુ ય ભગવાયા પછી જ તેમનું મૃત્યુ થાય છે. તે સિવાય
પ૭