________________
નામે એળખાય છે. પૂર્વ એટલે અહીં ભૂતકાળના સૂચક અથ છે. અને આજથી પૂર્વ ના કાળમાં થઈ ચૂકેલા જન્માને પૂર્વ જન્મ કહેવાય છે આ પ્રમાણે પુનર્જન્મ અને પૂર્વ જન્મ અને તવા સિધ્ધ થાય છે.
વસ્ત્ર પરિવતનના ઉદાહરણથી પુનર્જન્મ સિદ્ધ
આપણે જોઇએ છીએ કે, મનુષ્યા રાજ કેટલાંય વસ્ત્રો પરિધાન કરે છે અને રાજ પરિવર્તન કરે છે. સવારે આફ્રિ સના ડ્રેસ જુદો પહેરે છે. અને ફરવા જતાં બીજો વેષ પરફે છે. પેાલીસ તરીકેના દૂષ પહેરે ત્યારે પોલીસ કહેવાય છે. રાત્રે જુદા વેશ ધારણ કરે છે, વ્યકિત એક જ છે. અને ભિન્ન ભિન્ન વૈષભૂષા ધારણ કરવાના પરિણામે માણસ જુદા-જુદા રૂપમાં દેખ.ય છે. પરન્તુ ગમે એટલા વેષ બદલ્યા છતાં આપણે વ્યકિતને જે કાન્તિભાઈ તરીકે ઓળખીએ છીએ, તેમાં ફરક નથી પડતા. તે જ નામથી વ્યવહાર કરીએ છીએ. કારણ કે કપડાં બદલવાથી વ્યક્તિ નથી બદલાઈ જતી. વ્યક્તિ તે એની એ જ છે. જે પહેલાં એક વેષમાં હતી તે જ ખીજા વૈષમાં છે. વ્યકિત નથી બદલાતી. એક નટ કે નટી, નાટકમાં ચેડી વારે જાત-જાતના વેશ બદલી આવે છે. પરન્તુ તેના મેઢા ઉપરથી આપણે કહીએ છીએ કે, વેષ ગમે એટલા બદલવા છતાં વ્યક્તિ એ જ છે. ઓળખાય છે. વ્યક્તિ નથી બદલાણી. એ જ વાતને સમજાવતાં ભગવદ્ગીતામાં કહ્યું છે કે— वासांसि जीर्णानि यथा विहाय नवानि गृहणाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति गवानि देही ||