________________
ત્યાં થતી વેદના, ત્યાં મળતી સજા વગેરે આ બધું તેણે બનાવ્યું હશે ? કયારે બનાવ્યું હશે? શા માટે બનાવ્યું હશે?
ના. એમ નથી. આ પ્રશન પણ અસ્થાને છે. કેઈ ઈશ્વર કે કોઈ એવી સત્તા આ સ્થાને, કે ગતિ બનાવનાર જ નથી. જે ઇશ્વરને બનાવનાર માનીએ તે ઈશ્વર ઉપરથી આપણી શ્રદ્ધા જ ઉઠી જશે. કારણ, આવી તીવ્ર વેદનાઓ. આવી નરક પૃથ્વીઓ, અને આ બધું એક દયાળુ, પરમદયાળુ ઈશ્વર બનાવી જ ન શકે. અને બનાવે તે ઈશ્વરને દયાળુ ન જ કહેવાય. નિષ્ફર- કઠેર અને કુર હૃદયવાળે ઈશ્વર માન પડે અને પછી તે ઈશ્વરને નરકમાં જ રહેવું પડે. કારણ, રેજ નરકમાં કેટલાય આવીને જન્મે છે. કેટલાયને તે તે પાપની સજા આપવાની છે. અને ઘણી નરકભૂમિએ હોય અને ઘણા નારકી જીવે હોય તે ઈશ્વરને બહુરૂપી થઈને જ રહેવું પડે અને જે ઈશ્વરને આવા સ્વરૂપમાં માનીએ તે નરકમાં જ પરમાધામીઓ છે તેમને જ ઈશ્વર માનવાને વખત આવે?
માટે ના. ઈશ્વરને કર્તા સ્વરૂપમાં માનવાની જરૂરતું જ નથી. પછી પ્રશ્ન કયાં રહે ? માટે ચૌદ રાજલેકમાં અનાદિ કાળથી શાશ્વત નરકભૂમિઓ છે. તે ક્ષેત્રે છે. ત્યાંની વેદનાઓ છે, ત્યાં પરમાધામીઓ છે, વગેરે બધુ સ્વયં જાતે ચલે છે. તંત્ર વ્યવસ્થિત ચાલે છે. કેઈ નીયન્તા, સંચાલકની જરૂરત જ નથી. એટલે એ સવાલ જ નથી ઉપસ્થિત થતું. હવે આપણે પ્રસંગોપાત નરક સંબંધી વિશેષ હકીકત જોઈએ. નરક છે. નરક ગતિ સિદ્ધ થાય છે. એ જાણ્યા પછી હવે એ જોઈએ કે નરક કેટલા છે? ક્યાં છે ? ત્યાં શું છે ? ત્યાં કેટલી– કેવા પ્રકારની વેદનાઓ
૧