________________
શરીરની ઉંચાઈ હાથના માપથી માપવામાં આવે છે. એટલે અત્રે ચિત્ર સાથેના કોષ્ટકમાં તે તે નરકમાં ઓછામાં ઓછી ઉચાઇ કેટલી છે તે બતાવી છે. (૩ હાથી અને તે તે નરકે માં વધુમાં વધુ ઉંચાઇ પણ કેટલી છે તે દર્શાવી છે. ૨૦૦૦ હાથ સાતમી નરકમાં. આ પ્રમાણે વચ્ચેની અર્થાત મધ્યમ ઉંચાઈ તે તે નરકના પ્રસ્તામાં ભિન્ન ભિન્ન ઉચાઈ હોય છે. આ તે દરેક નરકના સ્વાભાવિક શરીરની ઉંચાઈ કહી. પરંતુ કૃત્રિમ ઉચાઈ અર્થાત ઉત્તર વૈકિય શરીર બનાવે ત્યારે તેઓ પિતાના શરીર કરતાં પણ ડબલ ઉંચાઈ પ્રમાણમાં પણ બનાવી શકે છે. અને નાનામાં નાનું શરીર કરવું હોય તે તેઓ અંગુલના અસંખ્યાતમાં તથા સંખ્યાતમા ભાગ જેવડુ પણ કરી શકે છે. તેમનું વૈકિય શરીર છે માટે.
નારકીઓના શરીર એકદમ કુજ છે, પાંખો કાપીનાખેલા પક્ષીઓના જેવુ વિરૂપ દેખાય છે. એમના શરીરને વર્ણ (રંગ) પણ અત્યન્ત નિકૃષ્ટ, અતિભીષણ, તથા મલીન હોય છે. ગધેડા, અને ઉંટ જેવી એમની ચાલ (ગતિ) પણ બેડેળ શરીરના કારણે લાંબી-ટુંકી અને વિચિત્ર અપ્રિય હોય છે. સતત પીડાતા એવા નારકીઓના અવાજો-શબ્દ અને ધ્વનિ તે જાણે રેજ વિલાપ કરતા કરતા રડતા હોય તે અત્યન્ત દારૂણ-દુઃખદાયક હોય છે. સાંભળનારને પણ ભય અને દુઃખ ઉત્પન્ન થાય.
નારકીઓને જઠરાગ્નિ (પેટને અગ્નિ) એટલે બધા પ્રદીપ્ત-પ્રજવલિત હોય છે કે દુનિયાભરના ઘી અન્ન વગેરે તેમને ખવરાવવામાં આવે તે પણ તૃપ્તિ ન થાય. જે કે નર