________________
ત્યાંના કેઈપણ પદાર્થો મધુર રસાલા સારા પ્રિય હોતા નથી.
સ્પશ–નરકના પદાર્થોના સ્પર્શ પણ જાણે સાપ કે વીછીના ડંખ જેવા લાગે છે. અને અત્યન્ત ઉષ્ણ ગરમ-શક્તિ હોય છે. અગુરુલઘુ શરીરને અગુરુલઘુ પરિણામ પણ અનેક દુઃખને આશ્રય હોવાથી અનિષ્ટ અશુભ હોય છે. શબ્દ- નારકી છે બિચારા સતત ચીસ પાડતા હેય છે, રડતા અવાજે બોલતા હોય છે. ભયકારક, ભયંકર અવાજ પણ કાઢતા હોય છે. છેદાતા-ભેદાતા–કપાતા બિચારા નારકીએ હે મા ! ઓ બાપરે ! અમને છોડાવે. બચાવે...બચાવે... અરે. ૨. આદિ અનેક જાતના કરૂણ અવાજે કરતા હોય છે તે સાંભળવાથી પણ ત્રાસ - દુઃખ થાય છે. નરક ગતિમાં વેદના
વેદના એટલે દુઃખ-ત્રાસ, પિડા, નારકોને કેટલી વેદના હોય છે.! અહીંયા પાપ કરીને નરકમાં ગયા પછી કરેલા પાપની સજા, દારુણ વિપાકે જે ભોગવવાના હોય છે તે અત્યંત દુર હોય છે પીડાકારક, ત્રાસ ઉપજાવે તેવા હોય છે. સતત મરણતેલ વેદના અનુભવતા હોય છે, જો કે બધી નરકમાં એક સરખી વેદના નથી હોતી. તેના પ્રકારો પણ જુદા જુદા હોય છે.
નરકની વેદના
પરસ્પરેટીરિત
અસુરેદીરિત
૩ ) ક્ષેત્રકૃત
૪૮