________________
આગળ નડી ! સંઘયણ તે શરીરના બાંધા-ડાડકાની મજબૂતી અને શરીરના બંધારણમજબૂતીને કહેવામાં આવે છે. આ મજબૂતી સારા માર્ગે પણ વપરાય અને ખરાબ માગે પણ વાપરી શકે છે.
सराग : स्वजनद्वषी, दुर्भाषा मूर्ख सगकृत । શારિત સ્વસ્થતા- Scથાત ના નવનિ !
કલ્પસૂત્રની ટીકામાં જણાવ્યું છે કે તીવ્ર રાગવાળો, સગાસ્વજના-સંબંધી ઉપર ઠેષ- વૈમનસ્ય ધારણ કરવા વાળ, અત્યન્ત ખરાબ, ગંદી અને હલ્કી ભાષા બોલનાર તથા સાવ મૂર્ખ માણસની સબત કરનારે મનુષ્ય નરક ગતિમાંથી આવ્યું છે અને પાછા નરકગતિમાં જવાનું છે એમ પિતાને સૂચવે છે. એટલે અમુક ચિન્હ ઉપરથી આપણે એવું પણ અનુમાન કરી શકીએ છીએ કે આ જીવ નરગતિમાંથી અહીંયા આવ્યું છે અને ફરી પાછો નરકગતિમાં જવાની શક્યતા લાગે છે. દા. ત. અત્યંત કર હિસક વૃતિવાળા મનુષ્ય, સાપ સિંહાદિ ગીધ વગેરે પક્ષીઓ, તેમજ દરિયાના જલચર માછલા-મગર વગેરે જે જે સતત મહાઘેર હિંસામાં રાચનારા છે તે નરક ગતિમાંથી આવ્યા છે અને પાછા નરક ગતિમાં જવાના છે એવુ લાગે છે. જો કે એ કોઈ નિયમ નથી કે નરકમાંથી જ આવ્યા હોય અને નરકમાં જ જવાના છે એમ ભાર પૂર્વક
એકાન્તથી નકાર વાપરીને ચોકકસ જ કહેવાનું છે એમ નથી. ( પરતુ તેવા કર અધ્યવસાય, પાપ, હિંસક વૃત્તિ આદિના આધારે બહલતાએ એમ કહેવાય છે. અત્યન્ત અશુભ અધ્યવસાયના આધારે એમ કહી શકાય છે. તે પણ સામાન્યથી.