________________
*
**
જેમ મનુષ્ય જૂનાં કપડાં ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા, જૂનાં શરીરો ત્યજીને નવાં શરીર ધારણ કરે છે.
માણસે એક કપડું ૨-૫ વર્ષ પહેર્યું. પછી તે જૂનું થતાં કાઢી નાંખ્યું અને નવું બનાવી બીજું પહેર્યું. તે પણ
ડાં વર્ષોમાં જીર્ણ-શીર્ણ થઈ જતાં બીજું બદલ્યું. એમ ઉપરાઉપરી એક પછી બીજું બદલીએ છીએ. પરંતુ પહેર નાર વ્યકિત તો એક જ છે. આ જ દષ્ટાને અહીંયાં પુનર્જન્મની વાતને સમજીએ. શરીરને એક વસ્ત્રની ઉપમા આપવામાં આવી છે, કપડા સાથે સરખાવવામાં આવેલ છે. કપડાની જેમ એક શરીર પણ જીર્ણ-શીર્ણ થઈ જતાં, અર્થાત વૃધાવસ્થામાં (ઘડપણમાં) શરીર જર્જરિત-નબળું થઈ જતાં તેની કાળ-અવધિ પૂરી થઈ જતાં આત્મા તેને છોડીને ચાલ્ય જાય છે. અને બીજી ગતિમાં બીજા જન્મમાં બીજું નવું શરીર ધારણ કરે છે. નવું શરીર બનાવે છે. અને પછી તેમાં થોડાં વર્ષો સુધી રહે છે. ફરીથી તે શરીર પણું જીર્ણશીર્ણ થઈ જતાં મૃત્યુ સમયે તેને પણ છોડીને જીવ પરલેકમાં જાય છે. અને પછી ત્યાં ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. અને બીજું શરીર બનાવે છે...' : " " બસ, એક શરીર છેડીને જઈને જીવ બીજા ઉત્પત્તિસ્થાનમાં છે; જે બીજું શરીર બનાવે છે અને તેમાં જન્મીને રહે છે તે " જ તેને બીજે જન્મ. તેને જ પુનર્જન્મ કહીએ છીએ.
અને આગળ આગળના જે જન્મ થતા જાય તે પુનર્જન્મ