________________
आभहो य जिणेण जाइ-जरा-मरणबिपमुक्केण ।
नामेणयगोर्तण य सव्वणूसव्वदरिसीण ॥ જન્મ-જરા-મરણથી મુક્ત થયેલા સર્વજ્ઞ અને સર્વદશી જિને શ્વર ભગવાનશ્રી મહાવીર સ્વામીએ સમવસરણે આવતા જોઈને મેતાર્થ પંડિતને તેના નામ ગોત્રને ઉલ્લેખ કરીને મીઠા આવકાર સાથે બેલાવતા કહ્યું – હે કૌડિન્ય નેત્રવાળા મેતાર્ય પંડિત, આ ભાઈ આવે... ખુશીથી આવે....
कि मन्ने परलेाओ अस्थि नस्थित्ति ससओ तुज्झ । वेयपयाण य अत्थन याणसी तेसिमे अत्थो ।
પ્રભુએ આગળ કહ્યું- હે આયુષ્માન ! તું એમ માને છે કે પરલોક છે કે નહી ? આ સંશય તારા મનમાં છે. અને આ સંશય થવાનું કારણ એ છે કે તુ વેદના પદોને અર્થ વ્યવસ્થિત કરતું નથી. | સર્વજ્ઞ પરમાત્માના મુખેથી મધુર આવકાર મળતાની સાથે જ તથા વર્ષોથી મનમાં ઘર કરી ગયેલી શંકાને પણ પ્રભુએ પ્રગટ કરી આપી અને તેનું કારણ પણ જણાવી દીધું તે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયેલા મેતાર્યપંડિત સમવસરણના ત્રીજા પ્રકારમાં પ્રભુ પાસે પહોંચ્યા. પ્રદક્ષિણ-વંદના આદિ કરીને પ્રભુ પાસે ચર્ચા કરવા બેઠા..
હે પ્રભુ ! મને વેદના ક્યા કમાંથી કયા કારણે કેવી રીતે શંકા થઈ તે ફરમાવે. મારી ભૂલ બતાવે.
કેવળજ્ઞાની સર્વજ્ઞ પ્રભુ માટે કયાં કંઈ અઘરૂ છે. પ્રભુએ તુરત વેદને કલેક કહેતા જણાવ્યું કે