________________
*
* *
૪ વર્ષને ચન્દ્રશેખરને પુત્ર કહે છે,
કાનપુરમાં જાડી મહેલ્લામાં રહેતા પંડિત ચન્દ્રશેખરને પુત્ર દેવી તેજવાળે છેની વાતે શહેરમાં પ્રસરી હતી. તે સખત ઠંડીમાં પણ ફક્ત લગેટ બાંધી નીચે ધરતી અને ઉપર આકાશ એમ સૂવે છે. રહે છે. ગીર વર્ગ વાળે તે ઘણે તેજસ્વી લાગે છે. આહારમાં આઠ દિવસ ફકત પાણી અને દૂધ, અને એક દિવસ ફળગ્રહ કરે છે. આ દિવસું સમાધિમાં હોય એમ લાગે છે. પૂર્વજન્મ અંગેની તે જેટલી વાતે કરે છે તે તપાસમાં સાચી પડી હતી. શા વર્ષની વશરબાળા શું કહે છે?
જબલપુરના રહીશ શ્રી દલજીતસિંહની પુત્રી વશકર નામની ફકત ૨ વર્ષની થઈ ત્યારે એકાએક તે બોલી ઊઠી,
ઘણું દિવસ મારે ખેરાક વિના કાઢવા પડયા છે. આ સાંભળી માતા-પિતાને આશ્ચર્ય થયું. પછી વશકોરે કહ્યું- પૂર્વ જન્મમાં હું પટણાના સતના જિલ્લામાં રહેતી હતી. મારાં માતા-પિતા શિક્ષિત હતાં અને મને પણ સારી રીતે શિક્ષણ અપાવ્યું હતું. કોલેજમાં દીનદયાળ નામના યુવાન સાથે પરણી હતી. તે વકીલ થયે. અમારું લગ્ન જીવન સુખી હતું પણ સાસુએ એક દિવસ તળાવના કાંઠે મને ધકકો મારીને પાણીમાં નાંખી દીધી. મેં પણ મારી સાસુનાં કપડાં મેં ખેંચ્યાં એટલે તે પણ સાથે પડી. અમે બન્ને મૃત્યુ પામ્યાં. અને આજે હું તમારા ઘરે જન્મી છું.