________________
અમે પણ માનવામાં પડ્યેક વિદ્ધ નથી થતું. બીજા પક્ષમાં આત્મા અને વિજ્ઞાનમાં જે ભેદ માને તે જીવ જ્ઞાની નહીં બની શકે? જેમ આકાશથી જ્ઞાન ભિન્ન-(જુદું) છે તેથી આકાશ અજ્ઞાની- અનભિન્ન છે. તેમ આત્મા પણ જ્ઞાન થી જુદે હેવાથી તે આત્મા પણ અજ્ઞાની સિધધ થશે.
બીજુ, જે અનિત્ય એવા જ્ઞાનથી ભિન્ન આત્માને માનવાથી એકાંત નિત્ય માને તે આત્મામાં કર્તુત્વ અને ભકતૃત્વ પ ઘટી નહીં શકે તો પછી પરલેકની તો વાત જ કયાં રહી? અને જો નિત્યમાં કવ-ભકતૃત્વ હેય તો તે સર્વદા હોવા જોઈએ. કારણ નિત્ય વસ્તુ સદા એકરૂપ હોય છે. અને સદા તે હતા તો નથી. એટલે આમાને એકાન્ત નિત્ય માનવામાં આવે તો તેમાં કર્તુત્વ ન ઘટી શકે. જે કર્તા ન હોવા છતાં આત્મામાં પરલેક ઘટી શક્તો હોય તો સિધ્ધાત્માને પણ પરલેક થવો જોઈએ. કારણ તે પણ કર્તા નથી.
બીજું, ભક્તાપણું ન હોય તો તો પછી પરલેક માનવે જ વર્થ છે. કારણ, પાકમાં જે આત્માને કર્મનું ફળ ભેગવવાનું જ ન હોય તો પછી પરલકની આવશ્યકતા શી ?
વળી, લાકડું-પત્થર આદિ અજ્ઞાની હોવાથી તેને એક ભથી બી ભવમાં જન્મ લેવારૂપ સંસરણ નથી હોતું. એવી જ રીતે આત્મા ને જ્ઞાનથી જુદો હોય તે આકાશ લાકડા પત્થરના જેવું અજ્ઞાની બની જશે. તે પછી તેને એક ભવમાંથી બીજા ભવમાં સંસર-ગમન નહીં થાય અને આત્મા