________________
છે, ભાઈ ! ફરીથી કહેા તેા, શું કહ્યું ? એ વખતે આપણે જે પહેલાં કહ્યું હોય તે જ ફરીથી કહેવુ પડે છે. તેને “પુનઃ” પુનરાવત ન કહીએ છે. એમ અહીંયાં “પુનઃજન્મ” શબ્દમાં પુનઃ શબ્દ પણ ફરીથી જન્મ એ જ સૂચવે છે. પુનઃજન્મમાં પુનઃ શખ્સ ફરીથી એ અને સૂચવે છે તે જન્મ એક પ્રક્રિયાનુ’ સૂચક છે. Rebirth. Re+Birth. આ અંગ્રેજી શબ્દમાં પણ Re એટલે ફરીથી અર્થાત પુનઃ એ જ અર્થ થાય છે અને Birth એ જન્મના વાચક શબ્દ છે. Reincarnation. Re એટલે ફરીથી અને Incarnation એટલે અવતાર. અવતરવું અર્થાત જનમવુ.
પુનઃજન્મ એટલે ફરીથી જનમવુ. તે તે ફરીથી જનમનાર કોણ ? કોણ ફરીથી જન્મે છે ? જન્મ ડેના ? આત્માના કે શરીરને ? શું શરીર ફરીથી જન્મે છે ખરું? ના. કહે છે કે, “મમ્મીભૂતસ્ય ચંદ્દસ્ય પુનરાવમન ત :' ? અર્થાત મળીને ભસ્મ થઈ ગયેલા આ શરીરનું પુનરાગમન= ફરીથી આવવુ તે ક્યાંથી સંભવે ? ન જ સંભવે. માટે શરીર જ્યારે અહીંયાં મળી ગયુ છે ત્યારે અવશિષ્ટ શું રહ્યું ? આત્મા. જીવ. કારણ શરીર જડ, વિનાશી, નાશવંત છે. જ્યારે આત્મા અવિનાશી શાશ્ર્વત છે. આત્મા ખળતે નથી, નષ્ટ થતે નથી, મરતા નથી. આપણે જ આગળ જન્મ મરણના શબ્દોના અ જોઇને આવ્યા છીએ તે પ્રમાણે અહીંયાં વિચાર કરતાં જીવાત્મા જ જે મૃત્યુ પછી અવશિષ્ટ રહે છે, તે જ આવીને માતાની કુક્ષીમાં ઉત્પત્તિસ્થાનમાં જન્મ લે છે.
૮૪