________________
છે તે તે ત્રણે કાળમાં એકસરખુ રહે છે, જે નિત્ય નથી! હતુ તે ત્રણે કાળમાં બદલાયા કરે છે, પરિવહઁન થતું રહે છે, દ્રવ્ય નિત્ય છે. જ્યારે પર્યાય અનિત્ય છે. આકાર બદલાય છે. આત્મા એ દ્રશ્ય છે. જ્ઞાન- દર્શન-સુખ-દુઃખાદિ તેના ગુણ છે. અને જે શરીરમાં રહે છે તે તેની પર્યાય છે. અન્યથા અરૂપી નિરંજન નિરાકાર આત્માની કાઇ પર્યાય આકાર કલ્પી જ નહી શકાય. માટે જ્યારે એ જ આત્મા દેવ શરીરમાં રહે છે. ત્યારે દેવ, અને તે શરીર બદલાયા પછી મનુષ્ય, એ પ્રમાણે ઘેડો હાથી વગેરે પશુ-પક્ષી કમ્રુતર-પેાપટ પક્ષી પછી નરક એમ એક પછી એક પર્યાય બદલાતી રહે છે, જેમ વી ટી–બગડી. વગેરે પાંચ બદલાય છે તેમ અહીંયા શરીર એ પર્યાય. છે. પર્યાય અનિત્ય છે. અનિત્ય એ પરિવર્તનશીલ છે. એટલે શરીર પર્યાય સદાય બદલાતી રહે છે.
આ પ્રમાણે ત્રિપદીની સે.ટી ઉપર કસીને આત્માની પરીક્ષા કરતાં આત્મા કેવા લાગશે ? આત્મા દ્રશ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાંય અપેક્ષાએ અનિત્ય છે, એટલે આ બન્ને અપેક્ષાઓ ભેગી કરતા આત્મા નિત્ય-અનિત્ય અને સ્વરૂપે છે. કારણ કે પર્યાય કોની ? ર્થાત પર્યાય પણુ દ્રવ્યની જ છે. દ્રવ્યથી ભિન્ન જુદી પર્યાય નથી. જ્યારે દ્રવ્યને ગુણુ-પર્યાય બન્નેની અપેક્ષાથી જોવા પડશે, કહેવુ પડશે. એટલે દ્રશ્ય અપેક્ષાએ આત્માનિત્ય અને પર્યાય અપેક્ષાએ આત્મા અનિત્ય, અને બન્ને અપેક્ષાઓ ભેગી કરીને ખેલતી વખતે આત્મા નિત્યાનિત્ય' છે, આ પ્રમાણેના સિધ્ધાંત થાય છે.
૪૫