________________
પટ ચેતના (પટ જ્ઞાન) ઉત્પન્ન થાય છે. પરંતુ આત્મસવરૂપ મુળ ચેતના તે તેની તે જ છે. આ પ્રમાણે સમરત લેકમાં જડ-ચેતન સર્વમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુકતપણું સિધા થાય છે.
મેતાર્ય-હે ભગવાન! મારે પ્રશ્ન હવે એ છે કે, જગતની સર્વ વસ્તુ ઉત્પાદાદિ ત્રિસ્વભાવ માનવાની શી આવશ્યકતા છે? શું ફકત ઉત્પાદ અને વ્યય માનવાથી ન ચાલે? એક વાત તે અનુભવસિદ્ધ છે કે જે ઘડે ઉત્પન્ન થવા પહેલાં તે જ નહીં તે પછી તે ઘડાને ઉત્પત્તિ પહેલાં પણ વિદ્યમાન માનવાને શું અર્થ?
ભગવાન!–હે સૌમ્ય મેતાર્ય ! असओ नत्थि पसूई, होज्ज व जइ होउ खरविसाणस्स।
न य सव्वहा विणासो सब्बुच्छेयप्पसगाओ ॥
જે ઘટ-પટ આદિ પદાર્થો સર્વથા અસત્ હોય, દ્રવ્યરૂપે પણ વિદ્યમાન ન હોય તે તે પછી તેની ઉત્પત્તિ જ ન થાય. જે સર્વથા અસતની પણ ઉત્પતિ માનશે તે તે ગધેડાને પણ શિંગડાં ઊગવાં જોઈએ. વયાને પણ પુત્ર હોવો જોઈએ અને ખપુષ્પ પણ હવે જોઈએ. પરંતુ ખવિષાણ, વળ્યા કે ખપુષ્પ જેવી વસ્તુ જ જગતમાં વિદ્યમાન નથી. તે સર્વથા. અસત છે, અવિદ્યમાન છે. માટે કદીય ઉત્પન્ન થવાને પ્રશ્ન જ નથી. વિદ્યમાન એવા સત્ પદાર્થની ઉત્પત્તિ થાય છે.
એ જ પ્રમાણે સત્ – વિદ્યમાન એવા પદાર્થોને સર્વથા વિનાશ પણ નથી થતું. સતને સદંતર નાશ જે માનીએ તે
૫૨