________________
સંસારની સવ વસ્તુઓ-સર્વ દ્રવ્ય ઉત્પાદ-વિનાશ-ધ્રુવસ્વભાવી સમજવી જોઈએ. તેથી જગતની સર્વ વસ્તુઓ નિત્યાનિત્ય સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે વિજ્ઞાન પણ ઉત્પત્તિશીલ અને આત્માચૈતન્ય દ્રવ્યરૂપે નિત્ય એમ-નિયાનિત્ય સ્વરૂપ આત્માનું પણ નિશ્ચિત થાય છે.
મેતાર્ય–વિજ્ઞાનમય આત્મામાં આપ ઉત્પાદિ ત્રણે કેવી રીતે ઘટા છે તે સમજાવે.
ભગવાન–આત્માની જ્ઞાનશક્તિ છે, જ્ઞાનગુણમય આત્મા છે. જે સમયે જે પદાર્થ સમક્ષ આવે તે સમયે તે ઉપગવાળે આત્મા તદાકાર બને અને જેમ ય પદાર્થોમાં બદલાય તેમ જ્ઞાનને આકાર પણ બદલાય છે. દા.ત, ઘટ વિષયક જ્ઞાન તે ઘટવિજ્ઞાન કહેવાય. આત્મા ઘટાકાર જ્ઞાનવાળે થાય છે. અને ઘડે ગયા પછી અથવા કુટી ગયા પછી આવેલ બીજા પદાર્થનું જ્ઞાન થાય તે વસ્તુ માને કે પટ છે. તે પટાકાર જ્ઞાન થાય છે. એ જ પ્રમાણે સવ પદાર્થો માટે સમજવું. જેમ જેમ વસ્તુ બદલાય તેમ તેમ તદાકાર જ્ઞાન બદલાય. આ રીતે એક જ્ઞાનની ઉત્પત્તિ અને પછી નાશ, અને પછી બીજા જ્ઞાનની ઉત્પત્તિ (વસ્તુને આધારે) અને પહેલાંના એક જ્ઞાનને નાશ? આ પ્રમાણે વિજ્ઞાન નમાં પણ ઉત્પત્તિ-વિનાશ હેવાથી અનિત્ય-વિનાશી અને આ ઉત્પત્તિ-વિનાશ જ્ઞાનની પર્યાય જ્ઞાની એવા આત્મા સાથે અભેદ સંબંધથી છે. માટે તે આ માને પણ વિનાશ-અનિત્ય કડવાય અને સ્વદ્રવ્ય ચૈતન્ય સ્વરૂપ ચેતના દ્રવ્યથી આત્મા નિત્ય પણ છે. ઘટ ચેતના જે સમયે નાશ થાય છે. પછી
- ૫૧