________________
તે કહેવાશે. એટલે લેક વ્યવહારમાં આને જન્મ ગગુવામાં આવે છે. પરતુ જ્ઞાની મહાપુરુષની દષ્ટિથી જીવાત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં આવે અને ઉત્પત્તિ સ્થાનમાં માતાની કુક્ષીએ ઉત્પન્ન થયે તે જ તેને જન્મ થય ગણાય છે. જીવ ઉત્પતિ થેનિમાં પ્રવેશ કર્યા પછી તરત આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, મનઃ એમ આ ૬ પર્યાતિઓની રચના કરે છે. સર્વ પ્રથમ આહાર લે છે. આહારના સત્વન ડિરૂપે પરિણુમાવી શરીરરૂપે બનાવે છે તે શરીર બનાવતી વખતે તેમાં મકાનનાં બારી-બારણાં જેવા ઈન્દ્રિયેના દરવાજા રાખે છે. આ ઈન્દ્રિયે જીવ સ્વકર્માનુસાર ઓછીવધારે, પૂરી-અધૂરી, વગેરે બનાવે છે. ત્યાર પછી શ્વાસોચ્છવાસની ક્રિયા શરૂ કરે છે અને તે શ્વાસે છવાસના આધારે જીવન પ્રક્રિયા શરૂ થાય છે અને પછી ભાષા વર્ગણ સ્વીકારી ભાષા બનાવે છે. જેથી દુઃખસુખના ભાવ વ્યક્ત કરી શકાય અને અને છઠ્ઠી પર્યામિ તરીકે મને વર્ગણાના પુદ્ગલ પરમાણુઓને બહારથી ખેંચીને મન બનાવે છે. આ મન જીવાત્માને વિચાર કરવા કામે લાગે છે.
આ પ્રમાણે સર્વ પ્રથમ જીવાત્મા સ્વયં ઉત્પત્તિ નિના સ્થાનમાં આવીને માતાની કુક્ષીમાં ઉત્પન્ન થાય છે. અને પછી આ પ્રમાણે ૬ પર્યાપ્તિઓ બનાવે છે. પછી લા મહિનાને કાળ પરિપકવતા માટે પસાર કરે છે. અને યોગ્ય સમયે શરીર રચનાની પૂર્ણતા-પરિપકવતા પછી માતાની કુક્ષીની બહાર નીકળવારૂપે જન્મ લે છે. અને પછી મૃત્યુના અંતિમ છેડા