________________
આત્મા અનેક છે, ભિન્ન ભિન્ન છે. કારણ કે તેમાં લક્ષણે ભેદ છે. ઘટાદિની જેમ. જે વસ્તુ ભિન્ન નથી હતી તેમાં લક્ષણ ભેદ નથી હોતે. જેમ કે આકાશમાં. આ પ્રમાણે આત્મા પ્રત્યેક શરીરમાં જુદા જુદા લક્ષણભેદથી ભિન્ન-ભિન્ન જ માનવા જોઈએ. કારણે દરેકને સુખ-દુઃખથી અનુભુતિ ભિન્ન ભિન્ન થાય છે. એક સુખી છે તે બીજે દુઃખી છે. એક કર્મબંધ છે તે બીજે કર્મમુકત છે. એક રાજી બીજે નારાજ, એક જ્ઞાની બીજે અજ્ઞાની આવા તે સંસારમાં જેટલા છે એટલા લક્ષણ ભેદ અધ્યવસાય ભેદથી થશે અને અધ્યવસાયે અનન્યા છે. માટે જ પણ અનન્ત જ માનવા પડશે.
એક જ અને સર્વવ્યાપી માનનારાના પક્ષ આ તર્ક માટે કોઈ ઉત્તર નથી. આકાશની જેમ સર્વવ્યાપી આત્મા માની શકાય જ નહી. એક અને સર્વવ્યાપી માને તે સર્વ જ સુખી જ હોવા જોઈએ. અથવા સર્વ દુઃખી જ કઈ પણ એક ભાવમાં હોવા જોઈએ. પરંતુ તે તે પ્રત્યક્ષ દેખાતું નથી.
જે સર્વ શરીરમાં વ્યાપીને રહેલે આત્મા એક જ હોય તે એકની આંગળી કપાતા જે દુખ કે વેદના એકને થાય તે વેદના સર્વજીને થવી જોઇએ. પરન્તુ ના. તે સર્વ નથી અનુભવતા. કતલખાનામાં રોજ સેંકડો પશુએ કપાય છે. નરકમાં અપ ગ્યાતા જીવે છેદન-ભેદનની વેદનાનો તીવ્ર ત્રાસ સતત અનુભવી રહ્યા છે તો તેને અનુભવ આપણને અહીંયા કેમ નથી થતું?
2૧