________________
અથવા જ્યાં જેની ઉપલબ્ધિ પ્રમાણથી સિદ્ધ નથી. સ્થત જે જ્યાં પ્રમાણથી અનુપલબ્ધ છે, ત્યાં તેને અભાવ માન. જોઈએ. જેવી રીતે ભિન્ન એવા ઘટમાં પટને અભાવ છે. એવી રીતે શરીરની બહાર સંસારી જવની અનુપલબ્ધિ છે. તેથી દેહ બહાર આત્માને અભાવ છે.
દેહની ઉપર ૫શને અનુભવ કરતી પશેન્દ્રિય (ચામડી) મહેલી છે. સમસ્ત દેહની ચારે બાજુ રહેલી આ ચામડી વડે સ્પર્શને અનુભવ થાય છે, તે ચામડી વડે સ્પર્શને. અનુભવ કરનાર આત્મા છે. એટલે ચામડી સાથે સ્પર્શના અનુભવને ક્ષેત્ર છે, તેટલે પ્રદેશ આત્માને રહેવાને વિરતાર છે. તેથી બહાર નથી રહેતું. એક દીવાનો પ્રકાશ એને મળેલા ક્ષેત્રમાં મર્યાદિત રીતે વ્યાપીને રહે છે. તેમ, આત્મા પણ મળેલા ક્ષેત્ર શરીરમાં વ્યાપીને રહે છે. તેથી આત્મા સ્વદેહ વ્યાપી છે. આત્મા સક્રિય છે કે નિષ્કિય ?
કૃતિ વ્યાપાર એટલે કિયા. તે અનેક પ્રકારની છે. આવી કિયા કરે તે સક્રિય અને ન કરે તે તે નિષ્ક્રિય. જેમ આકાશ, જડ આદિ નિર્જીવ પદાર્થો કિયા નથી કરતા. પરંતુ સંસારમાં ખાવા-પીવાની, ઉઠવા-બેસવાની, ચાલવા-ફરવાની. આવવાજવાની, ભણવા-લખવાની, ઉંઘવા-જાગવાની, જેવા-સાંભળવાની, સૂંઘવા-ચાખવાની, જાણવા-જોવાની આદિ સેંકડે. પ્રકારની ક્રિયાને કર્તા કોણ ? અથવા શું કર્યા વિના કિયા થાય છે ? શું મડદુ-મૃતક કેઈ પણ જાતની ક્રિયા કરે છે ?
૩૬