________________
બીજુ જીવ સર્વવ્યાપી પણ સિધ નથી થતું, દેહવ્યાપી જ સિદ્ધ થાય છે. કારણ કે તેને ગુણે શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. જેમ ઘડાના ગુણે ઘડાની બહાર ઉપલબ્ધ નથી થતા, ઘડામાં જ દેખાય છે. જેમ કે ઘડાની લાલાશ, કપડાની સફેદી એ ગુણ દ્રવ્યની બહાર ઉપલબ્ધ નથી થતા. તે તે દ્રવ્યમાં જ દેખાય છે. એમ સુખ-દુઃખની અનુભૂતિ શરીરમાં જ થાય છે, શરીરની બહાર નહીં, તેથી આત્માને શરીરવ્યાપી જ માની શકાય, સર્વવ્યાપી નહીં. यौव यो दृष्टगुणः स तत्र कुम्भादिवत् निष्प्रतिपक्षमेतद्द" જેને ગુણ જ્યાં દેખાય છે તે દ્રવ્ય ત્યાં જ હોય છે. ઘડાની જેમ.
આત્મા સંકેચ વિકાસશીલ સ્વભાવવાળે છે. રબરની જેમ નાને-મોટો થઈને પણ રહી શકે છે. “ તે ક્ષેત્ર મિ7 પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન છે. માટે એક જ આત્મા એ પક્ષયુકત નથી. જે વખતે જીવને જેવું શરીર મળે–નાનું શરીર મળે તે જીવ તેમાં સંકેચાઈને રહે છે અને મેટું શરીર મળે તે જીવ તેમાં સ્વ પ્રદેશ વિસ્તારીને રહે છે. અને સવારમાં કીડી, મંકોડા, હાથી–ઘેડા, વહેલ માછલી, મનુષ્ય વગેરે અનેક પ્રકારના શરીરે નાના-મોટા છે. તે દીપકના પ્રકાશની જેમ આત્મા પણ વપ્રદેશને સંકોચીને વિસ્તારીને રહી શકે છે. જેનુ શરીર અને જેટલા પ્રમાણવાળું, જેવા આકારવિશિષવાળું શરીર મળે છે, જીવ તેમાં વ્યાપીને રહે છે. માટે આત્માને દેહવ્યાપી માનવે એ જ પક્ષ સત્યપક્ષ છે. પરંતુ આત્માને સર્વવ્યાપી આકાશ જે માનવે એ યુક્તિ સંગત સિધ નથી થતો અને દેહવ્યાપી પ્રતિશરીરે ભિન્ન
૩૪