________________
એક જ સમયે બને ઉપયોગ તે કેવી રીતે સંભવે? ન જ સંભવે. અને જગતમાં સુખ-દુઃખ રાગ દ્વેષાદિ તે રાતત સ્પષ્ટ દેખાય છે. માટે અનેક જીવ માનવા પડશે, તે જ એક સુખી, એક દુઃખી, એક રાગી, એક દ્રષી એમ સિદ્ધ થઈ શકશે. તેથી નાનાજીવવાદ પક્ષ જ યુતિ યુકત સિદ્ધ થાય છે.
જો જીવ જ માનીએ તે સર્વગત-સર્વવ્યાપી માનવો એક પડે. આકાશની જેમ. પરંતુ આકાશમાં જેમ સુખ-દુઃખ, બંધ-મક્ષ. પુણ્ય-પાપ, રાગ-દ્વેષાદિ નથી સંભવતા તેમ જીવમાં પણ નહીં સંભવે. તે આકાશની જેમ જીવ પણ જડ -અજીવ તત્વ માનવે પડશે. એટલે આવી અનેક આપત્તિઓ આવશે. વળી, જે એક જ આત્મા હોય તે કર્તા લેતા આદિ કેને માનશું ?
અને જે બધા આત્માઓ એક જ હોય, તેમાં જે ભેદ જ ન હોય તે કેઈ મનુષ્ય, કેઈ પશુ, કેઈ પક્ષી, કેઈ દેવ, કેઈ નારકી, કેઈ સુખી, કઈ દુઃખી આદિ ભેદની સિદ્ધિ કેવી રીતે કરીશું ? અને ન કરીએ તે ચાલે તેમ નથી. કારણ, સંસારમાં જે તે ચારે ગતિમાં છે. મનુષ્ય પ્રત્યક્ષ જોઈએ છીએ, તિચ-પશુ-પક્ષીઓ પણ પ્રત્યક્ષ જોઈએ છીએ કોઈને લાગેલી વળગાડ આદિથી ભૂત-પ્રેત આદિના વ્યવહારનો પણ અનુભવ કરીએ છીએ. તે પ્રત્યક્ષ સિદ્ધ વસ્તુ શાસ્ત્ર કે સિદ્ધાન્ત નિષેધ કેમ કરી શકશે ? અને નિષેધ કરે તો આ બધા ભાવની સિદ્ધિ કેવી રીતે કરી શકશે ?
૩૩