________________
છે તે પણ નથી. તારી એ પણ માન્યતા ખેટી છે કે મધમાંગે જેમ મદશકિત ઉત્પન્ન થાય છે તેમ ભુતોના સંઘાતમાં ચેતના શક્તિ ઉત્પન્ન થાય છે. એ બની જ ન શકે. મદ્યાગેમાં મદશક્તિ પહેલાથી તિરહિત રૂપે પડેલી હતી. અવ્યક્ત રૂપે પડેલી હતી. તે જ તેના સમુદાયમાંથી ઉત્પન્ન થઈ. અન્યથા પાણી કે દૂધમાંથી કેમ મદશકિત ઉત્પન્ન નથી થતી ? ગેળ, દ્રાક્ષ, ધતુરા, મહુડાના ફળ, વગેરેના જ મિશ્રણમાંથી કેમ મદશક્તિ ઉત્પન્ન થાય છે ? પાણી કે દૂધમાંથી મદ શકિત કેમ ઉત્પન્ન નથી થતી? જે એમ માનીએ કે જેમાં જે ન હોય છતા તેના સમૂહમાંથી તે ઉત્પન્ન થાય છે. તે તે પછી રેતીમાંથી પણ તેલ નીકળશે. રેતીના એક કણમાં તેલ નથી. પરંતુ તેના સમૂહને પીલવાથી શું તેલ નીકળશે ? ના. સંભવ નથી. - જે એક કણમાં સ્વતંત્રાસ્તિત્વમાં નથી. તે પછી તે તેના સમુદાયમાં તે કયાંથી નીકળે? હા, તેલ તલમાંથી નીકળે છે. અને તે તેલ તલના એક એક કણમાં છે તે સમુહમાંથી પણ નીકળે છે. પરંતુ રેતીના કણમાં નથી માટે તેના સમુહમાં પણ નથી. એમ મદ શક્તિ મેળ-મહુડા–ધતુરાના કણ કણુમાં વ્યાપ્ત છે. માટે તેના સંમિશ્રણમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ પાણી-દૂધ-ઘી આદિમાં મદશક્તિ નથી. માટે તેના સમુહમાંથી કે સંમિશ્ર)માંથી પણ ઉત્પન્ન નહીં થાય. એ જ પ્રમાણે -તલમાંથી તેલ નીકળશે. પણ રેતીના સમુદાયને પણ પીલવાથી તેલ નહીં જ નીકળે. એમ શરીરના કેઈ અવયવમાં ચેતના શકિત નથી. માટે દેહના સોના જેડા માત્રથી ચેતના