________________
ઈન્દ્રિયેને જ આત્મા માનનારા વિચારે કે મૃતકને બધી ઇન્દ્રિયે છે, આંખ ઉઘાડી હોય છતાં પણ તે કંઈ જેતે નથી. કાન ઉઘાડા છે પણ કંઈ સાંભળતું નથી. જો ઇન્દ્રિયે વડે જ્ઞાનને અનુભવ થતે હેત તે લાકડામાં બાળતી વખતે મડદુ ચીસ પાડીને ઉભુ થઈ જવું જોઈએ. જેમ જીવતા માણસને સામાન્ય પણ અગ્નિને પર્શ થતા તે ચીસ પાડીને કેમ ઉભું થઈ જાય છે તેમ મડદુ કેમ નથી થતું ? બને અવરથામાં શરીર તે એનું એ જ છે. શરીર નથી બદલાયું છતાં પણ એક વાર ચીસો પાડે છે અને બીજી વાર ચીસ નથી પડતું. માટે દેશ-શરીર એ જ આત્મા કેવી રીતે માનવું ?
શું કેઈને હાથ, કોઈને પગ, કેઈનું માથું, કેઈનું પેટ, કેઈનું ધડ વગેરે અંગ લાવીને ભેગા કરવાથી શું તે શરીરમાં ચેતના આવી જશે ? શું તે સક્રિય બની જશે ? શું તે બધી પ્રવૃતિ કરશે ? ના. શકય નથી ? જે માણસને એક અંગે કેન્સરની ગાંઠ થઈ હોય, અને તેથી તે મૃત્યુ પામ્યા હોય તે શું ફરી તે માણસને જીવિત કરવા માટે બીજાને હાથ કે પગ કાપીને લગાડવાથી તે પુનર્જીવિત થઈ જશે? ના. એ પણ સંભવ નથી. પરંતુ તે સૌમ્ય ! તારી માન્યતા પ્રમાણે તે મૃતક ફર થી કવિત થઈ જ જોઈએ. પરંતુ ન ભૂતો ન ભવિષ્યતિ, ભુતકાળમાં કયારેય બન્યું નથી અને ભાવિમાં કયારેય બનવાનું નથી કે મૃતક-મડદુ પુનર્જીવિત થયું હેય.