________________
સ્વર્ગાદિની ફળ પ્રાપ્તિ પણ છે. માટે સ્વાગદિ પરલેક માનવાં એ જ હિતાવહ લાગે છે. આ પ્રમાણે ભગવંતે સ્વર્ગ પરલેકની વેદ પ્રમાણથી સિદ્ધિ કરી બતાવી. શ્રુતિ-મૃતિ- વેદ આદી પણ પરલેક–સ્વર્ગને સમર્થન આપે છે.
શું પરક છે ? છે તે ક્યાં છે ? કે છે? કેના માટે છે ? ત્યાં શું છે ? કેટલા પરલેક છે ? કેવી રીતે જવાય ? ઈત્યાદિ પ્રશ્નોને વિચાર પ્રસ્તુત પુરતકમાં કરવાને છે. પહેલાના ગણધરની ચર્ચામાંથી સમજવા જેવું
भूईदियाइरित्तस्स चेयणा सेो य दवओ निच्चो ।
जाइसरणाईहिं पडिवजसु वाउभृइव्व । - ભગવંતે ફરમાવ્યું- હે મેતાર્ય ! ચેતના પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આદિ ભુતે અને ઈન્દ્રિયેથી ભિન્ન છે. ચેતના દેહથી પણ ભિન્ન સ્વતંત્ર દ્રવ્ય છે. ચેતના એ સ્વતંત્ર આત્માને ધર્મ છે અને તે આત્મા જાતિ સ્મરણાદિના હેતુ આદિથી સિદ્ધ થાય છે. એ આત્મા દ્રવ્યથી નિત્ય છે. આ પ્રમાણે ત્રીજા ગણધર વાયુ ભુતિની જેમ તું પણ સ્વીકાર કર.
न य एगो सवगओ निक्किरिओ लक्खणाईमेआओ । कुभादउव्य बहवो पांडवज्ज तमिन्द भूइव्व ॥
આત્મા એક નથી. પણ અનતા છે. સર્વગત, સર્વવ્યાપી એક આત્મા નથી. પરંતુ દરેક શરીરને આશ્રયીને શરીર પરિમાણ માત્ર અનન્તા આત્માઓ છે. અને આત્મા નિષ્ક્રિય પણ નથી. સક્રિય છે. કર્મને કર્તા છે. કૃતકર્મના ફળને જોક્તા છે. ઘટ-પટ આદિની જેમ લક્ષણાદિના ભેદથી ભેદ છે. અર્થાત