________________
મેતા ના પ્રશ્ન- ભુતાના સઘાત–સમુદાયમાંથી ઉત્પન્ન ચયેલ આત્મા ભુતાના નષ્ટ થવાથી તે પણ નાશ પામી જાય છે. તેા પછી પરલેાક માનવા કોને ? દેહાત્મવાદ ભૂત ચૈતન્યવાદ પક્ષનું ખંડન
જ
મેતાય ના આ પ્રશ્નના ઉત્તર આપતા પરમાત્મા શ્રી વીરપ્રભુએ ફરમાળ્યું– હે સૌમ્ય ! તારી વાત બરોબર છે, જો ભુતાનાં સમુદાયમાંથી આત્માને ઉત્પન્ન માનીએ તે તે! તારા પક્ષ સાચા પડે. પરન્તુ મુળ પાયામાં જ તારી ભુલ એ થાય છે કે તું જેવા આત્માને માને છે તેવા તે નથી. તેનું આત્માનું સ્વરૂપ નથી. એટલે તારી માન્યતા પ્રમાણે ભૂતસઘાતાપન્ન આત્મા છે, દેહ-શરીર એ જ આત્મા છે. અને તે અનિત્ય-વિનાશી છે. માટે પછીના અસ્તિત્વ વિષે અર્થાત પલાક વિષે તુ શકાશીલ છે કે, જ્યારે આત્મા અનિત્ય છે, તે જ નષ્ટ થઈ જાય છે, અને મૃત્યુ પછી કોઇ જ રહેતું નથી. કંઇ જ રહેતુ નથી. મૃત્યું પછી રહેનાર કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતુ તત્વ જ નથી તો પછી પરલેક કાના ? પરલેાકમાં જાય કાણુ ? અને પરલેાકમાં જનાર જ નથી માટે પરલેાક જેવુ પણ કઈ નધી. એવી તારી આ માન્યતામાં તને માત્ર પરલોકમાં નથી એવી શકા નથી. પરન્તુ “પરલેાક નથી”ની વાતના મૂળમાં પરલેકગામી-પરસેકમાં જનાર આત્મા નથી. માટે પરલેાક નથી એવી તારી શકા છે. એટલે જેમ કખજીયાત છે, માટે મથુ દુઃખે છે. તેમાં ફકત માથા ઉપર બામ લગાડવાથી શુ થશે ? માથું દુઃખતુ
૧૯