________________
મટાડવા માટે તે તેનું મુળભૂત કારણ જે કબજીયાત છે તેને મટાડવી પ્રથમ આવશ્યક છે. ચતુર વઘ પ્રથમ રેચકચૂર્ણ—સૌમ્ય વિરેચન આપશે. અને તેથી કારણ નાબૂદ થતા કાર્ય પણુ-નાબૂદ થઈ જશે. કબજીયાત મટતાં માથું દુઃખતું પણ મટી જશે.
એ જ રીતે તારા વિષયમાં પણ એવું જ છે. કપાળે બામ લગાડવાની જેમ ફક્ત જે ઉપર ઉપરથી પરલોક છે, એવી સિદ્ધિ કરી આપીશ તે પણ નિરર્થક જશે. કારણ, પરલોક નથી તેના મુળમાં તને પરલેકગામી આત્મા જ સ્વતંત્ર દેહભિન્ન, ભૂતભિન ચેતન દ્રવ્ય નથી, એવી જે તારી કારણ ભુત શંકા છે. પ્રથમ તે એનું સમાધાન કરાવવું પડશે. પછી પરલેકની વાત. કારણ નષ્ટ થયા પછી કાર્યમાં પરિવર્તન અવશ્ય આવી જશે. આત્માનું સ્વરૂપ સમજાઈ ગયા પછી પરલોક પણ તને સરળતાથી સહેલાઈથી સમજાઈ જશે. માટે પ્રથમ આત્મા વિષે ચર્ચા કરવી હિતાવહ છે. એટલે દેહાત્મવાદ ભુતતન્યવાદ વિષયક તારી માન્યતાનું નિરાકરણ કરવું જ ઉચિત છે.
દેહાત્મવાદ એટલે દેહ એ જ આત્મા છે. દેહ-શરીરથી જદે. કેઈ આત્મા નામને પદાર્થ નથી. દેહમાં આત્મા દેહથી જુદો કોઈ આમા એમ તું નથી માનતે પરંતુ દેહને જ આમ, શરીર એ જ આમા એમ હું માને છે, તે પાયામાં જ મોટી ભુલ છે. આ નારિતક મતવાદી વિચાર છે.
૨૦