________________
અને તે નીકળ્યાં પછી તારી અત્યન્ત માનીતી રાણે કાર્યવશાત બહાર નીકળી હોય અને એવું એકાંત-નિર્જન સ્થાને જોઈને કામાતુર થઈ બધું ભાન ભૂલીને તારી રાણી ઉપર તે બળાત્કાર ગુજારે, શિયળ ભંગ કરે. રાણીની ચીસે સાંભળનાર કેઈ ન રહે. અને રાણીને મારવા શરીર ઉપર ઘા કરે. અને એવા માં ઓચિંત રાજ સેનિકે આવી પહોંચે અને પેલા દુષ્ટ દુરાચારીને પકડીને તારી સમક્ષ ડર કરે, અને આ વાત સાંભળીને તું લાલચોળ થઈ જાય અને પેલા દુષ્ટ અપરાધીને ફાંસીની સજા ફરમાવતે હોય, પેલે દુષ્ટ રીબાતે હેય-વાસ અનુભવ હેય એવા સમયે એ ધારે તે પણ ઘરે જઈ શકે? મનમાં ખૂબ ઈચ્છા હોય કે ઘરે જઈ આવું. મારાં બાળબચ્ચાં, પત્ની પરિવારને તે મળું. મનમાં તે ઇચ્છા ઘણા હોય. અને કદાચ તારી આગળ આજીજી કરે, મને છેડો. મને જવા દે, હું કાલે પાછો આવીશ. તે શું છે રાજન! તું એને છેડે ? જવા દે ખરો ?
રાજા પ્રદેશ–ના સાહેબ ! હરગિજ નહીં.
કેશીસ્વામી – હે પ્રદેશી ! બસ, તે નરક પણ એવી જ છે. નરક એક ગતિ છે. તે આપણી પૃથ્વી નીચે અ લેકમાં છે. અને અહીંથી પ્રકર્ષ પાપના કારણે જે જીવે નરકમાં ગયા હોય તે ત્યાં મહાભયંકર દુઃખ ભોગવતા હોય છે. તેમને દુઃખ આપવામાં જેને મજા આવે છે, એવા પરમાધામીએ ત્યાં હોય છે. તે તેમને છેડે તેમ નથી. અને અસહ્ય દુઃખ ભોગવતા હોય છે. પરમાધામીઓને આધીન તેમ્ના વશમાં હોય છે. તે હે પ્રદેશી !
૧૬