________________
સાંવ્યાવહારિક
પારમાર્થિક
અવધિજ્ઞાનજ મન:પર્યવજ્ઞાનજ
કેવળજ્ઞાન આ પ્રમાણે પ્રત્યક્ષ બે પ્રકારના છે. તેમાં પ્રથમ જે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે તે પાંચ પ્રકારે છે. કારણ, ઈદ્રિ પાંચ છે. અને તે પાંચેના વિષે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-શબ્દ દ્વારા થતા પદાર્થોના પ્રત્યક્ષ કે ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાશે. સ્પર્શ (ચામડી)જન્ય પ્રત્યક્ષ –તે સ્પર્શજ. રસના (જીભ) જન્ય પ્રત્યક્ષ જેનાથી ખારે, તીખા, મીઠો આદિ રસાસ્વાદની અનુભૂતિ તે રસનાજ પ્રત્યક્ષ પ્રાણ (નાક) વડે થતું ગત્ત્વનું પ્રત્યક્ષ અર્થાત સુગંધ, દુર્ગધની અનુભૂતિ તે પ્રાણજ પ્રત્યક્ષ. નેત્ર (આંખ) વડે લાલ, લીલે, પીળે કાળા વગેરે જે વર્ણ (રંગ) દેખાય છે તે નેત્રજ પ્રત્યક્ષ અને પાંચમી ઈન્દ્રિય -શ્રોત્રેન્દ્રિય (કાન) વડે જે શબ્દ (ધ્વનિં) શ્રવણ કરવાપૂર્વક જે શ્રવણ થાય છે તે શ્રોત્રજ પ્રત્યક્ષ થાય છે.
આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયે છે અને છડઠું મન છે. મન વડે યેગી પણ પ્રત્યક્ષ કરી શકે છે. અને અગી પણ પ્રત્યક્ષ કરી શકે છે તે માનસ પ્રત્યક્ષ કહેવાય છે.
પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ. અહીંયાં અક્ષ શબ્દ ઇનિદ્રય અર્થમાં વાપરવામાં આવ્યા છે. પરંતુ “અક્ષ” એટલે માત્ર ઈન્દ્રિય જ અર્થ થાય છે એવું નથી. અક્ષ એટલે આત્મા પણ અર્થ થાય છે.