________________
સત્ય સ્વરૂપે પ્રગટ કરી છે. જે તારી શંકા, મને ગત સંશયને જયારે કેઈ નથી જાણતું ત્યારે તે સંશયને તારા કહ્યા વિના જ મેં કહી આપે છે. અને તે સત્ય છે, એમ તે સ્વીકાર કર્યો છે. તે પહેલાં તે એનાથી જ તને ખાત્રી થઈ જાય કે હું સર્વજ્ઞ છું. સર્વજ્ઞ વિના આવી રીતે મને ગત સંશયનું સ્વરૂપ અને તે પણ કયારે, કેવી રીતે, શા માટે થયું ? આ પ્રમાણે કહેવું અશક્ય છે. અસંભવ છે.
જ્યારે મેં પ્રગટ કરેલા તારા સંશયને તું સત્ય માને છે. તે તે જ પ્રમાણે હું છું કે નરક છે, નારકીઓ પણ છે તે તે પણ તું સત્ય સ્વરૂપે સ્વીકાર કર. કારણ કે એ પણ સર્વજ્ઞનું વચન છે. માટે સ્વીકાર કરવામાં દોષરહિત છે. વળી, તને જે ઈષ્ટ જૈમિનીય છે અને તેમને જે તે સર્વજ્ઞ માની શક્ત હોય તે મને શા માટે નહીં ? માટે જૈમિની આદિ સર્વજ્ઞના વચનને જે તે સત્ય માને છે તે મારું વચન પણ સર્વજ્ઞપણું હેવાના કારણે તારે સત્ય માનવું જ જોઈએ.
કારણ કે મારું વચન પણ સત્ય છે, અહિંસક છે. જે અસત્ય અને હિંસક વચન હોય તેની પાછળ ભય, રાગ, દ્વેષ, મેહાદ કારણે હોય છે. જે કર્મજન્ય હોય છે અને તે બધાને અર્થાત ભય, રાગ દ્વેષ, મોહને મારામાં સદંતર અભાવ છે. જેને ખ્યાલ તને પણ સ્પષ્ટ આવી જ જ હશે. કારણ કે તે ભય-રાગ-દ્વેષાદિના કારણભૂત મેહનીય આદિ કર્મો હવે મારામાં નથી. તે ચારે ઘાતી એવાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય તથા અંતરાય કમેને મેં સર્વથા ક્ષય કરી નાખે છે. તેને મારામાં સદંતર અભાવ છે. અને તે ભય, રાગ, દ્વેષ