________________
ભ. મહાવીર–પરંતુ હે અકપિત ! તારી આ માન્યતા બરાબર નથી. તને જે વેદ વાકથી શંકા થઈ છે તે વેદ વાને તું વાસ્તવિક બરોબર અર્થ નથી કરતે માટે તને
આ શંકા થઈ છે. જે બરાબર અર્થ કર્યો હેત અને પૂર્વપરનું અનુસંધાન સમયે હોત તે આ સવાલ ઊભે જ ન થાત. તે હવે પહેલાં એ વેદ વાકને સાચે વાસ્તવિક અર્થ તું સમજી લે. વેદવાક્યને વાસ્તવિક અર્થ
"न ह ग प्रेत्य नरके नारकाः सन्ति"
ભ. મહાવીર – હે અકપિત ! આ વેદવાકયથી તું જે નારક અને નરકને અભાવ સિદ્ધ કરે છે તે યોગ્ય નથી. આ વાકય અભાવ દર્શક નથી. પરંતુ એનું તાત્પર્ય એવું છે કે જેમ આ પૃથ્વી ઉપર અહીંયા મેરૂપર્વત આદિ જેમ શાશ્વતા નિત્ય છે તેમ નરકમાં નારકીઓ શાશ્વતા નથી. કાયમ ત્યાં જ રહેવાના છે તેમ નથી. પરંતુ જે પ્રાણી ઉત્કૃષ્ટ પાપ ઉપાર્જન કરે છે તે મરીને પરભવમાં નારકી થાય છે. આ પ્રમાણે તે વેદ પદને અર્થ છે. અથવા ‘નારકી મારીને ફરીથી અનંતર એટલે તુરત પાછા નારકપણે ઉત્પન્ન થતા નથી એમ તે વેદ પદને અર્થ કરવાનું છે. એથી હે અકેપિત ! આ વિધિ વાક્યથી એમ કહેવાને આશય છે કે જે ઉત્કૃષ્ટ પાપ કરે છે તે અહીંથી મરીને પહેલેકમાં નારકી થાય છે. માટે કોઈએ પણ એવું પાપ ન કરવું, કે જેથી પરભવમાં નારકી થવું પડે. હૈ અકપિત ! વેદ વાકને યથાર્થ અર્થ અને વાસ્તવિકતા તું આ પ્રમાણે જાણ. વેદ વાકને ગૂઢ આશય સમજે તે સંશયને કેઈ સ્થાનને અવકાશ જ નથી રહેતું.